Home /News /madhya-gujarat /ચકચારી ઘટના : વડોદરાના એક્સ આર્મીમેનનું રહસ્યમય સંજોગોમાં મોત, ગાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

ચકચારી ઘટના : વડોદરાના એક્સ આર્મીમેનનું રહસ્યમય સંજોગોમાં મોત, ગાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

એક્સ આર્મી મેનનું રહસ્યમય સંજોગોમાં મોત

mysterious death of Vadodara Ex army man : વડોદરા શહેરના દંતેશ્વર તરસાલી વિસ્તારમાં રહેતા એક્સ આર્મી મેન લાશ ગાડીમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની સાથે એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

વધુ જુઓ ...
    વડોદરા : શહેરની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં શહેરના દંતેશ્વર તરસાલી વિસ્તારમાં રહેતા એક્સ આર્મી મેનની લાશ ગાડીમાં શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે. આ ઘટનાની જાણ કરાતા પાણીગેટ પોલીસ ઉપરાંત પીસીબી શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની સાથે એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

    શું છે સમગ્ર ઘટના


    શહેરના દંતેશ્વર તરસાલી વિસ્તારમાં રહેતા એક્સ આર્મી મેન વિજય સિંધવાનો મૃતદેહ વાઘોડિયા રોડ પર ગણેશ નગર પાસે ગાડીમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પાણીગેટ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરતા કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. જે બાદ પોલીસે ચેક કરતા લાશ એક્સ આર્મીમેન વિજય સિંધવાની હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વિજય સિંધવા હાલ ONGC માં સિક્યુરિટી માં ફરજ બજાવતા હતા અને પત્નીથી અલગ રહેતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ વિજય સિંધવાનો મૃતદેહ એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે તથા આ મામલે એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    હાલ તો એક્સ આર્મી મેનની લાશને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોત અંગે અનેક રહસ્યો અકબંધ છે, ત્યારે પોલીસ હાલ મામલો હત્યાનો છે કે આત્મહત્યાનો તે મામલે તપાસ કરી રહી છે. તથા જો એક્સ આર્મી મેનની હત્યા થઇ છે કેમ થઈ અને તેઓ કેમ અહીંયા ગાડી લઈ આવ્યા એ દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે એક્સ આર્મી મેનના મોતનું પગેરું ક્યારે ઉકેલાશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Deaths, Vadodara, Vadodara City News, Vadodara Top News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन