વડોદરા: 'મિત્રના લગ્નમાં ગયો પછી પાછો જ ન આવ્યો', ધોરણ-10ના વિદ્યાર્થીની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા

વડોદરા: 'મિત્રના લગ્નમાં ગયો પછી પાછો જ ન આવ્યો', ધોરણ-10ના વિદ્યાર્થીની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા
ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા

અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થી અંકિત પ્રજાપતિની ગઈકાલે રાત્રે દેણા ગામ પાસે તીક્ષ્ણ હથીયારથી હત્યા કરી દેવામાં આવી

  • Share this:
વડોદરા: જિલ્લામાં બે દિવસમાં બોજો એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વડોદરાના કપુરાઈ ગામનો રહેવાસી એક ધોરણ 10ના વિદ્યાર્થીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવાની ઘટના સામે આવતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે, અને ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગઈ કાલે સાવલી તાલુકામાં એક હત્યાના બનાવ બાદ આજે વડોદરાના કપુરાઈ ગામના ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની હત્યા સામે આવી છે. આ ઘટનામાં વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થી અંકિત પ્રજાપતિની ગઈકાલે રાત્રે દેણા ગામ પાસે તીક્ષ્ણ હથીયારથી હત્યા કરી દેવામાં આવી છે.વિગતે ઘટનાની વાત કરીએ તો, અંકિત ગઈ કાલે પોતાના મિત્રના લગ્નમાં જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. અંકિતના મિત્રો તેને કાર લઈ ઘરે લેવા આવ્યા હતા. મિત્રના લગ્નમાં જતા સમયે તે ઘરેથી સોનાની ચેઈન માતા પાસે માંગી નીખળ્યો હતો. પરંતુ, મોડી સાંજ સુધી અંકિત ઘરે ન આવતા માતા-પિતાએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી, પરંતુ તેનો કોઈ પતો મળ્યો ન હતો. આજે સવારે દેણા ગામના સ્થાનીક લોકોએ ગામની બહાર જાડીઓમાં એક બાળકની લાશ જોઈ, તેમણે પોલીસનેજાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.

આ પણ વાંચો - વડોદરા: 'મારી મા જોડે આડા સંબંધ રાખે છે', ચપ્પાના ઘા મારી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો

પોલીસે બાળકની ઓળખ માટે તેના કપડા તપાસતા તેમાંથી ફોન નંબર મળ્યો હતો, જેના આધારે અંકિતના માતા-પિતાનો સંપર્ક થઈ શક્યો હતો. માતા-પિતાને પુત્રના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પોલીસે અંકિતની લાશને હાલમાં પોસ્ટમાર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપી છે. અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અમદાવાદ: પ્રેમ આંધળો હોય છે! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું કારસ્તાન, હવે પસ્તાવો

અમદાવાદ: પ્રેમ આંધળો હોય છે! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું કારસ્તાન, હવે પસ્તાવો

પોલીસના જણાવ્યા અનુસાર, અંકિત નામના બાળકની લાશ દેણાગામ પાસે મળી આવી છે. તેના શરીરમાં ગળા અને છાતીના ભાગે હથિયારથી હુમલો કર્યો હોવાના ઘાના નિશાન છે. આ પરિવાર કપુરાઈ ગામની રાજનગર સોસાયટીમાં રહે છે. મૃતક અંકિત વાઘોડિયા રોડની અંબે વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. પરિવારના જણાવ્યા પ્રમાણે તે સોનોની ચેઈન લઈ મિત્રો સાથે લગ્નમાં જવાનું કહી નીકળ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. તે કયા મિત્રો સાથે ક્યાં લગ્નમાં જવા નીક્ળ્યો હતો અને દેણા ગામ કેવી રીતે પહોંચ્યો તે દિશામાં પ્રથમ તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, અંકિતના પરિવારમાં માતા-પિતા નાનો ભાઈ અને મોટી બહેન છે. પિતા વિશાલભાઈ પ્રજાપતિ મિસ્ત્રી કામ કરે છે અને મોટી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે. અચાનક ઘરના પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
Published by:kiran mehta
First published:December 03, 2020, 16:45 pm

टॉप स्टोरीज