Home /News /madhya-gujarat /

વડોદરામાં વધુ એક હત્યા : અનિલ યાદવને માથાના ભાગે અણીદાર હથિયાર મારી મોતને ઘાટ ઉતારાયો

વડોદરામાં વધુ એક હત્યા : અનિલ યાદવને માથાના ભાગે અણીદાર હથિયાર મારી મોતને ઘાટ ઉતારાયો

વડોદરા પોલીસ

વડોદરાના કોડીયારનગર નજીક બ્રહ્માનગર પાસે આજે એક યુવાનને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દઈ લાશ ફેંકી દીધી હતી

    અંકિત ઘોનસીકર, વડોદરા : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરામાં હત્યાનો સીલસીલો યથાવત છે. આજે વધુ એક યુવાનની હત્યાના સમાચાર સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. શહેરમાં એક કલરકામ કરતા યુવાનને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ખોડીયાર નજીક બ્રહ્માનગર નજીક એક મેદાનમાં એક યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સ્થાનીકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, અને લાસનું પંચનામું કરી લાશને પોસ્ટમાર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. આ ઘટના બાદ એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર તપાસ માટે પહોંચી ગયો હતો.

    વિગતે ઘટનાની વાત કરીએ તો, વડોદરાના કોડીયારનગર નજીક બ્રહ્માનગર પાસે આજે એક યુવાનને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દઈ લાશ ફેંકી દીધી હતી. લોહી લુહાણમાં પડેલી લાશના સમાચાર પોલીસને મળતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા પોલીસને યુવાનના શરીર પર અનિલ યાદવ નામ દેખાયું હતું. જેથી મરનાર વ્યક્તિનું નામ અનિલ યાદવ હોવાનું સામે આવી રહ્યું છે.

    આ પણ વાંચો - વડોદરામાં 'ખાખી' બદનામ : પોલીસ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર, 40 પેટી વિદેશી દારૂ સાથે ઝડપાયો

    પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરતા, મરનાર વ્યક્તિ કલરકામનો શ્રમિક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેનું શહેરના સીતારામનગર એક સાઈટ પર કામ ચાલી રહ્યું હતું, હોલમાં પોલીસે તેની સાથે કામ કરતા અન્ય મજૂરોની પુછપરછ કરી વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસે આ મામલે યુવાનની લાશને પીએમ માટે મોકલી દઈ હત્.ાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. યુવાનાન માથાના ભાગમાં તીક્ષ્ણ હથિયારથી વાર કરવામાં આવતા તેના માથામાં ગંભીર ઈજા પહોંચતા લોહી વહી જવાના કારણે મોત થયાનું દેખાઈ રહ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Vadodara news, Vadodara POLICE, વડોદરા, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन