Home /News /madhya-gujarat /

વડોદરામા રક્ષક જ બન્યા ભક્ષક! ફતેગંજનાં PI સહિત 6 પોલીસકર્મી સામે હત્યાનો ગુનો દાખલ

વડોદરામા રક્ષક જ બન્યા ભક્ષક! ફતેગંજનાં PI સહિત 6 પોલીસકર્મી સામે હત્યાનો ગુનો દાખલ

ફતેગંજના પોલીસકર્મીઓમાં પીઆઈ સહિત તમામ આરોપીઓ હાલ ભાગેડું જાહેર કરાયા છે.

ફતેગંજના પોલીસકર્મીઓમાં પીઆઈ સહિત તમામ આરોપીઓ હાલ ભાગેડું જાહેર કરાયા છે.

    વડોદરા : શહેરમાં રક્ષક જ ભક્ષક બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગત ડિસેમ્બરના રોજ સાઇકલ પર ફેરી કરતા 62 વર્ષનાં શેખ બાબુ શેખ નિસારને ફતેજંગ પોલીસે (Vadodara Police) પૂછપરછ માટે તેમની અટકાયત કરી હતી. જે બાદ આ વ્યક્તિ રહસ્યમય રીતે ગૂમ બન્યા હતા જેમાં પરિવારે તેમની શોધખોળ કરી પરંતુ મળી ન આવતા હાઇકોર્ટમાં (Highcourt) હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. આ કિસ્સામાં હાલ ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને ચાર કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. ફતેગંજના પોલીસકર્મીઓમાં પીઆઈ સહિત તમામ આરોપીઓ હાલ ભાગેડું જાહેર કરાયા છે.

    પોલીસે જ લાશને સગેવગે કરી?

    ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને ચાર કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. તેમની પર આરોપ છે કે, 10 ડિસેમ્બરે ફતેગંજ પોલીસે શેખ બાબુની અટકાયત કરીને 12 ડિસેમ્બર સુધી રાખ્યા હતા. જ્યાં આરોપીને બાંધીને માર મારતા તેમનું મોત નીપજ્યું હતું. આધેડના મોત બાદ પોલીસકર્મીઓએ લાશને સગેવગે કરી અને તમામ પુરાવાનો નાશ કર્યો હતો.

    આ પણ વાંચો - Video : રાજકોટમાં અનરાધાર વરસાદ : ધસમસતા પ્રવાહમાં ક્યાંક ગાયો તો ક્યાંક વાહન તણાયા

    પરિવાર અંતે કંટાળીને હાઇકોર્ટમાં ગયા

    પરિવારે શેખ બાબુને શોધવાનાં અનેક પ્રયાસો કર્યા. તેમણે 6 મહિના સુધી તેમને શોધ્યા પરંતુ કોઇ જ ભાળ ન મળતા હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી. જે બાદ હાઇકોર્ટે વડોદરા પોલીસને તપાસના કાગળો સાથે 24 જૂને હાજર રહેવા જણાવ્યું હતું. ઉપરાંત 10 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીના સીસીટીવી ફૂટેજ અને તપાસ તેમજ નિવેદનો હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા પણ સૂચના અપાઇ હતી.

    આ પણ જુઓ- 

    આમની સામે ગુનો દાખલ થયો
    - ધર્મેન્દ્રભાઇ બટુકસિંહ ગોહીલ (PI)
    - દશરથભાઇ રબારી (PSI)
    - પંકજભાઇ માવજીભાઇ (કોન્સ્ટેબલ)
    - યોગેન્દ્રસિંહ જીલણસિંહ (કોન્સ્ટેબલ)
    - રાજેશભાઇ સવજીભાઇ (કોન્સ્ટેબલ)
    - હિતેશભાઇ શંભુભાઇ (કોન્સ્ટેબલ)

    આ પણ વાંચો - જુલાઈ મહિનામાં રાજ્યમાં કોરોના બેકાબૂ : દર કલાકે 30 નવા પોઝિટિવ કેસ
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Vadodara POLICE, ગુજરાત, ગુનો, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन