Home /News /madhya-gujarat /

વડોદરા: બાપોદ પાસેના ગેરકાયદે દબાણો હટાવવા જતાં ઘર્ષણ, 34 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડ્યા

વડોદરા: બાપોદ પાસેના ગેરકાયદે દબાણો હટાવવા જતાં ઘર્ષણ, 34 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડ્યા

બાપોદ

બાપોદ વિસ્તારમાં ટીપી સ્કીમનો મુખ્ય માર્ગ ખુલ્લો કરવા ડીમોલેશન 

Vadodara News : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વાર રસ્તા પહોળા કરવાને ધ્યાનમાં રાખી ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી

    Vadodara News : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation)દ્વારા બાપોદ વિસ્તારમાં ટીપી સ્કીમના મુખ્ય રસ્તા પર છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદે દબાણના 34 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં (demolished)આવ્યા હતા. આ સમયે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અને દબાણ કરનારા વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વાર રસ્તા પહોળા કરવાને ધ્યાનમાં રાખી ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેને કારણે દબાણ શાખાની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે અવારનવાર ઘર્ષણ થતા રહ્યા હતા. શહેરના સોમા તળાવ અને બાપોદ પાસેના ગેરકાયદે દબાણો હટાવવા જતાં ફરી એકવાર કોર્પોરેશનની ટીમ અને દબાણ કરનારા વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ કોર્પોરેશનને પોલીસની મદદ લઇ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખી હતી.

    આ પણ વાંચો - 17 વર્ષ સરહદ પર દેશની સેવા કરી સેનામાંથી નિવૃત્ત થયેલ અલ્પેશ ચોવટીયાનું વતનમાં સ્વાગત, મંત્રીએ કહ્યું અમને તમારા પર ગૌરવ છે

    બાપોદ વિસ્તારમાં ટીપી સ્કીમના મુખ્ય રસ્તા ઉપર વર્ષોથી કાચા પાકા મકાન હતા. તેને હટાવવા દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો અને કામગીરી અટકાવવા પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની દરમિયાનગીરી બાદ કોર્પોરેશને ટીપી સ્કીમના રસ્તામાં નડતરરૂપ કાચાપાકા 34 યુનિટો તોડી પાડવામાં આવ્યા હતા.
    First published:

    Tags: વડોદરા, વડોદરા સમાચાર

    આગામી સમાચાર