વડોદરાઃવડોદરામાં કુખ્યાત ગેગસ્ટર મુકેશ હરજાણીની ગઈ કાલ મોડી રાત્રે હરણી વિસ્તારમાં આવેલા વૃદાવન ટાઉનશીપ પાસે ગોળી મારી કરપીણ હત્યા કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે.ગેંગસ્ટર મુકેશ હરજાણી પર ટવેરા કારમાં સવાર અજાણ્યા શખ્સોએ 9 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.જેમાંથી 1 રાઉન્ડ ગોળીબાગ મીશફાયર થયુ હતુ.પોલીસ કમિશનર મનોજ શશીધરે આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને સીટી પોલીસને તપાસ સોંપી છે.તેમજ એક ખાસ ટીમ પણ બનાવી છે.
ઉપરાંત મુકેશ હરજાણીની હત્યા બાદ એક સમયના કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછીયાના ઘરે દરોડા પાડયા હતા.પરંતુ કલ્પેશ કાછીયા તેને ઘરે ન હતો.તે મુકેશ હરજાણીની હત્યા બાદથી જ ફરાર છે.ઉલ્લેખનીય છે કે કલ્પેશ કાછીયાએ હમણાં થોડાક દિવસો અગાઉ વર્તમાન પત્રોમાં મુકેશ હરજાણીની માફી માગતી જાહેરાતો છપાવી હતી.સીટી પોલીસ સ્ટેશનમાં મુકેશ હરજાણીના સાગરીત હરુ સિંધેએ જ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.મહત્વની વાત છે કે પોલીસે ગેંગસ્ટર મુકેશ હરજાણીના હત્યાના મામલે 4 શકમંદોની અટકાયત કરી છે.
જેમાં મુકેશને તેના ઘરેથી લાવનાર ફરીયાદી હરુ સિંધી, વિજુ સિંધી, અદો પરમાર અને પપ્પુ શર્માની અટકાયત પોલીસે કરી છે.નવાઈની વાત છે કે જયારે મુકેશ હરજાણી પર ગોળીબાર થયો હતો ત્યારે તમામ શંકમદો હાજર હતા.તેમ છતાં ગોળીબારમાં તમામ ચાર શકમંદોને કોઈ પણ ઈજા ન થતા પોલીસે શકયતાઓના આધારે મુકેશ હરજાણીના જ ચારેય સાગરીતોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.