Home /News /madhya-gujarat /એમ.એસ યુનિવર્સિટીમાં નમાઝ બાબતે ફરી વિવાદ સામે આવ્યો, વિશ્વ હિન્દુ પરિષદ બન્યું ઉગ્ર

એમ.એસ યુનિવર્સિટીમાં નમાઝ બાબતે ફરી વિવાદ સામે આવ્યો, વિશ્વ હિન્દુ પરિષદ બન્યું ઉગ્ર

એમ.એસ યુનિવર્સિટીમાં નમાઝ બાબતે વિવાદ

MS University Vadodara: સંસ્કારની નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં આવેલી એમ.એસ યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર જાહેરમાં બે લોકો નમાઝ પઢી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ બનાવ અંગે વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર બન્યું છે અને તપાસની માંગણી કરી છે.

વધુ જુઓ ...
વડોદરા: સંસ્કારની નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં આવેલી એમ.એસ યુનિવર્સિટીમાં સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર જાહેરમાં બે લોકો નમાઝ પઢી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુનિવર્સિટીના કેમ્પસ બહાર કોઈ અજાણ્યો પુરૂષ અને મહિલા નમાઝ પઢી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેથી આ બનાવ અંગે વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર બન્યું છે અને તપાસની માંગણી કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્તિક જોશીએ આ મામલે આંદોલનની ચીમકી આપી છે. સાથે જ વાયરલ વીડિયો  પર તપાસ કરવાની અપીલ કરી છે.

યુનિવર્સિટીમાં કોઈએ જાહેરમાં નમાઝ પઢી


એમ.એસ યુનિવર્સિટીમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, કોઈએ જાહેરમાં નમાઝ પઢી છે. આવી ઘટના પ્રથમ વખત સામે આવી છે. જેને લઈને વડોદરા શહેરમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.યુનિવર્સિટીમાં જાહેરમાં નમાઝ પઢવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં દેખાતી વ્યક્તિ કોઈ વિદ્યાર્થી નથી પણ કોઈ અન્ય હોવાની માહિતી મળી રહી છે. ત્યારે આ મામલે હવે સવાલ એવો થઈ રહ્યો છે કે, અજાણ્યા લોકોએ યુનિવર્સિટીમાં કેવી રીતે પ્રવેશ મેળવ્યો? તેને લઈને પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.

જાહેરમાં નમાઝ બાબતે વિવાદ સર્જાયો


આ મામલે એવા પણ સવાલો થઈ રહ્યા છે કે, યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયની સામે જ કેમ આવું કરવામાં આવ્યું? આથી વિશ્વ હિન્દું પરિષદ પર અનેલ સવાલો કરી રહી છે. આ મામલે વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘શૈક્ષણિક ધામમાં જાહેરમાં આવું કૃત્ય કરી શકાય નહીં’

આ પણ વાંચો:  BSF જવાનની દીકરીનો વીડિયો કર્યો વાયરલ, ઠપકો આપવા ગયા તો મળ્યું મોત



આ પણ વાંચો: ‘દીકરી જગત જનની લગ્નઉત્સવ’ બન્યો કન્યાદાન, અંગદાન અને વિદ્યાદાનનો ત્રિવેણી સંગમ

વિશ્વ હિન્દુ પરિષદે તપાસની માંગણી કરી


ઘટાના અગે વધુમાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી જાહેર રોડ, બગીચા અને રેલ્વે સ્ટેશને નમાઝ પઢવામાં આવતી હતી. પરતું હવે શૈક્ષણિક સંકુલોમાં બહારના તત્વો દ્વારા આવું કરવામાં આવે છે તે કેટલું વ્યાજબી છે.’ આ અંગે તપાસ કરવામાં માટે તેમણે માંગણી કરી છે. તેમણે કહ્યું કે, યુનિવર્સિટીમાં બહારના તત્વો દ્વારા નમાઝ પઢનાર કોણ છે અને તેમણે કેમ આવું કામ કર્યું છે, તે અંગે તપાસ કરવા માટે અમે માંગણી કરવાના છીએ.
First published:

Tags: MS University, Vadodara City News, Vishwa Hindu Parishad, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો