Home /News /madhya-gujarat /Vadodara: આ વિદ્યાર્થિનીએ વેસ્ટમાંથી બનાવી બેસ્ટ સિરામીક ટાઈલ્સ, ભવિષ્યમાં આવી રીતે થશે ઉપયોગી

Vadodara: આ વિદ્યાર્થિનીએ વેસ્ટમાંથી બનાવી બેસ્ટ સિરામીક ટાઈલ્સ, ભવિષ્યમાં આવી રીતે થશે ઉપયોગી

X
સિરામીક

સિરામીક વેસ્ટ ભેગું કરી તેના ઉપર પ્રોસેસ કરીને ટાઇલ્સ બનાવી.

ગ્લોબલ વોર્મિંગની અસર દેશ અને વિદેશના દરેક નાગરિકો ભોગવી રહ્યા છે ત્યારે સિરામીક વેસ્ટમાંથી બેસ્ટ ટાઇલ્સ એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ બનાવેલી સિરામીક વેસ્ટમાંથી ટાઇલ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ટાઇલ્સ ગ્લોબલ વોર્મિંગની અસરને ઓછી કરે તેવી ખાસિયત ધરાવે છે.

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને રિસોર્સ એન્ડ હોસ્પિટાલીટી મેનેજમેન્ટના ફાઇનલ ઈયરના વિદ્યાર્થીઓ માટે ડિસ્પ્લે વર્કનું આયોજન કરાયું હતું. જેમાં ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ડિસ્પ્લે વર્કમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ટાઇલ્સનો નોર્મલ ટાઇલ્સની જેમ ઉપયોગ કરી શકાય છે

વિદ્યાર્થિનીએ બનાવેલી સિરામીક વેસ્ટમાંથી ટાઇલ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ટાઇલ્સ ગ્લોબલ વોર્મિંગની અસરને ઓછી કરે તેવી ખાસિયત ધરાવે છે.



વિદ્યાર્થિની મૈત્રી શાહે જણાવ્યું હતું કે, આ ટાઇલ્સનો નોર્મલ ટાઇલ્સની જેમ ઉપયોગ કરી શકાય છે.



ટાઇલ્સ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?

હાલના સમયે ગ્લોબલ વોર્મિંગની અસર દેશ અને વિદેશના દરેક નાગરિકો ભોગવી રહ્યા છે, ત્યારે સિરામીક વેસ્ટમાંથી મને ટાઇલ્સ બનાવવાનો વિચાર આવ્યો હતો.



જે માટે સિરામીક વેસ્ટ ભેગું કર્યું હતું. ત્યારબાદ તેના ઉપર પ્રોસેસ કરીને ટાઇલ્સ બનાવી હતી. જેનો ઉપયોગ નોર્મલ ટાઇલ્સની જેમ કરી શકાય છે.



દર વર્ષે ડિસ્પ્લે વર્કનું આયોજન કરવામાં આવે છે

આ સાથે ડિસ્પ્લે પ્રોગ્રામના કન્વીનર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સર્જી પટેલે જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટમાં માસ્ટરનો અભ્યાસ કરતા ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ડિસ્પ્લે વર્કનું આયોજન કરવામાં આવે છે.



વિદ્યાર્થિની મૈત્રી શાહ સાથે હિમાની ધિમાર, રોશની સહાની અને શ્રુતિ ચૌધરીએ પણ વિવિધ વિષયો ઉપર ડિસ્પ્લે વર્ક બનાવ્યા છે.
First published:

Tags: Global Warming, Local 18, MS University, Students, Vadodara

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો