એસિડ ધમકી મામલે એમ.એસ.યુનિવર્સિટી દ્વારા કમિટીની રચના

News18 Gujarati
Updated: April 29, 2019, 1:25 PM IST
એસિડ ધમકી મામલે એમ.એસ.યુનિવર્સિટી દ્વારા કમિટીની રચના
વીપી સાથે રેગિંગ મામલે આઠની અટકાયત કરાઇ હતી

એસિડ નાંખવાની ધમકી મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી રચવામાં આવી છે

  • Share this:
ફરીદ ખાન, વડોદરા: વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી હંમેશા વિવાદ માં રહી છે. ફરી એકવાર વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. રેગિંગની ખોટી ફરિયાદ મામલે યુનિ સત્તાધીશોને રજુવાત કરવા ગયેલા વિદ્યાર્થી યુનિયનની વીપી સલોની મિશ્રાને જુબેર પઠાણ સહિત 10 વિદ્યાર્થીઓએ એસિડ નાખી મારી નાખવાની ધમકી આપતાં યુનિ.નું વાતાવરણ ડોહળાઈ ગયું હતું અને ધમકી મામલે વિદ્યાર્થીનીઓએ યુનિ સત્તાધીશોને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની લેખિતમાં રજુઆત કરી હતી ત્યારે હવે આ સમગ્ર મામલે યુનિ સત્તાઘીશોએ લાલ આંખ કરી છે અને એસિડ એટેકની ઘમકીની ઘટના અંગે એક ફેકટ ફાઇન્ડિંગ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.

એમ.એસ. યુનિ.ના રજિસ્ટ્રાર એન. કે. ઓઝોએ વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના યુનિવર્સિટીની પરિસરમાં બની છે. યુનિ. સત્તાઘીશોએ આ ઘટનાની ગંભીર નોંઘ લીઘી છે અને પોલીસ સાથે પણ બેઠક કરી કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. પઠાણ ગેંગનો ઝુબેર પઠાણ યુનિ.નો પૂર્વ વિદ્યાર્થી છે. બીજા સાત વિધાર્થીઓના પરિણામ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુઘી રોકી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ ઘટનામાં સંડોવણી બહાર આવશે તો આરોપીઓને યુનિવર્સિટી રસ્ટીકેટ કરે તેવાં સંકેત પણ યુનિ. રજિસ્ટ્રાર એન. કે. ઓઝાએ આપ્યા હતા.

આ પણ વાંચો: પંચમહાલઃ એક જ ગામમાં અલગ અલગ સમયે યુવક-યુવતીએ કરી આત્મહત્યા

સમગ્ર ઘટનાના તાર યુનિવર્સિટી માં નિર્ભય મિશ્રા નામના આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓના નામે રેગિંગની ખોટી ફરિયાદ કરી હતી ત્યાંથી શરૂ થયા હતા. ખોટી રેગિંગની ફરીયાદ કરનાર સામે પગલાં લેવા વિદ્યાર્થી યુનિયનની વીપી સલોની મિશ્રા સહિત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટી ત્તાધીશોને રજૂઆત કરી હતી, રજુઆત ચાલતી હતી તે સમયે નિર્ભય મિશ્રાના સમર્થનમાં જુબેર પઠાણ અને બીજા ૧૦ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હેડ ઓફિસ આવ્યા હતા અને સલોની મિશ્રાને માર મારવાની અને એસિડ નાખવાની ધમકી આપતા વાતાવરણ તંગ બની ગયું હતું અને આ અંગે સલોની મિશ્રાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુબેર પઠાણ ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી.

એમ.એસ. યુનિવર્સિટીની વીપી સલોની મિશ્રા સાથે રેગિંગ મામલે ગઇકાલે આઠ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ આઠ વિદ્યાર્થીઓની અટકાયત કરી તપાસનો દોર શરૂ કરાયો હતો.

 
First published: April 28, 2019
વધુ વાંચો
अगली ख़बर