વડોદરા: એસિડ હુમલાની ધમકી આપનાર જુબેર પઠાણને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

News18 Gujarati
Updated: April 30, 2019, 12:55 PM IST
વડોદરા: એસિડ હુમલાની ધમકી આપનાર જુબેર પઠાણને પાસા હેઠળ જેલમાં ધકેલાયો
એસિડ હુમલાની ધમકી આપનાર જુબેર પઠાણને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

આ મામલે એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પઠાણ ગેંગ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી

  • Share this:
ફરીદ ખાન, વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની વીસીને એસિડ હુમલાની ધમકી આપનાર જુબેર પઠાણને પાસા કરવામાં આવી છે. વડોદરા પોલીસે તેને પાસા કરી ભુજ જેલ મોકલ્યો છે.

આ મામલે એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પઠાણ ગેંગ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી, ત્યારે વડોદરા પોલીસે આરોપીઓ સામે લાલ આંખ કરી હતી અને સખત કાર્યવાહી કરતાં જુબેર પઠાણને પાસા હેઠળ જેલમાં ધકેલી દીધો છે.

વડોદરા પોલીસે જુબેર પઠાણની ધરપકડ કર્યા બાદ તેનો મુરઘો પણ બનાવ્યો હતો અને તેની પાસેથી ખાતરી લીધી હતી કે, હવેથી તે યુનિવર્સિટીમાં ગુંડાગર્દી નહીં કરે.

ઉલ્લેખનીય છે કે, ધમકી મામલે વિદ્યાર્થીનીઓએ યુનિ સત્તાધીશોને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની લેખિતમાં રજુઆત કરી હતી ત્યારે આ સમગ્ર મામલે યુનિ સત્તાઘીશોએ લાલ આંખ કરતાં એસિડ એટેકની ઘમકીની ઘટના અંગે એક ફેકટ ફાઇન્ડિંગ તપાસ કમિટીની રચના કરી છે.

આ પણ વાંચો: આજે વડોદરામાં પાણી કાપ પૂર્વ અને દક્ષિણ વિસ્તારના પાંચ લાખ લોકો અસરગ્રસ્ત

ઉપરાંત વિદ્યાર્થીઓ રજૂઆત કરી હતી કે યુનિવર્સિટીમાં કોઇપણ બહારના તત્વોને પ્રવેશ આપવામાં ન આવે અને સિક્યોરિટી વધુ કડક બનાવવામાં આવે. જે બાદ યુનિવર્સિટીએ પગલાં લીધા છે અને હવે કોઇપણ વિદ્યાર્થીને આઇકાર્ડ વગર યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો નથી.
First published: April 30, 2019
વધુ વાંચો
अगली ख़बर