Home /News /madhya-gujarat /

Vadodara Airport પરની બંધ કરેલી ફલાઈટો શરૂ કરવા સાંસદની રજૂઆત

Vadodara Airport પરની બંધ કરેલી ફલાઈટો શરૂ કરવા સાંસદની રજૂઆત

સંસદમાં ચાલી રહેલા શિયાળા સત્રમાં રંજનબેન ભટ્ટની માગણી...

vadodara: કોરોના કાળમાં (coronavirus) સમગ્ર દેશમાં લોકડાઉન (lockdown) લાદવામાં આવ્યું હતુ. ત્યારે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો (International flight) પણ બંધ કરવામાં આવી હતી. 

    Vadodara: કોરોના કાળમાં સમગ્ર (coronavirus time) દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતુ. ત્યારે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પણ બંધ કરવામાં આવી હતી. ધીમે ધીમે કોરોના ઓછો થયો ગયો તેમ - તેમ જનજીવન પાટે ચડ્યું હતુ. તેવી જ રીતે પરિવહનક્ષેત્રે પણ ધીમે - ધીમે ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. વડોદરા એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ગણાય છે. જે અંતર્ગત વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હજુ પણ કેટલીક ફ્લાઇટ શરૂ કરવામાં આવી નથી.

    જેને લઇને વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રીને કોરોના કાળમાં બંધ કરેલી ફ્લાઇટ પુનઃશરૂ કરવા માટે રજૂઆત કરી હતી. હાલ દેશની રાજધાની નવી દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જ્યાં લોકસભાનાં અધ્યક્ષ સમક્ષ સાંસદ રંજનબેન ભટ્ટે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બંધ કરવામાં આવેલી દેશનાં ત્રણ શહેરની ફ્લાઇટ ફરી શરૂ કરવા માટે અનુરોધ કર્યો હતો. વડોદરા મધ્ય ગુજરાતમાં વેપાર ઉદ્યોગ અને વાણિજ્યની દ્રષ્ટિએ પ્રમુખ શહેર ગણાય છે.

    સંસદમાં રંજનબેન ભટ્ટે કરેલી રજૂઆત મુજબ વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કોરોના કાળ પહેલા મુંબઇ, પૂર્ણ, ઇન્દોર, જયપુર , બેંગ્લોરની ફ્લાઇટ કાર્યરત હતી. જેમાંથી અત્યારે જયપુર, ઇન્દોર, પૂણેની ફ્લાઇટ કાર્યરત નથી. વડોદરા જીલ્લાની આસપાસનાં 10 થી વધુ જીલ્લાનાં લોકો આ એરપોર્ટ પરથી હવાઇ મુસાફરીનો લાભ લે છે.

    હાલમાં ફ્લાઇટ કાર્યરત ન હોવાથી જયપુર, ઇન્દોર, પૂણે મુસાફરી કરનાર મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર જવું પડે છે. તે માટે સાંસદ રંજનબેન ભટ્ટે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રીને આ બંધ થયેલી ફ્લાઇટ પુનઃશરૂ કરવા માટે અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આસપાસનાં 10 થી વધુ જિલ્લાનાં લોકો હવાઇ મુસાફરીનો લાભ લે છે, ત્યારે અમુક ફ્લાઇટ બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
    First published:

    Tags: Ccoronavirus, Gujarati News News, Vadodara news

    આગામી સમાચાર