Home /News /madhya-gujarat /Vadodara: રાજ્યમાં માત્ર વિકાસ નહીં ઉદ્યોગ વિકાસની પણ જરૂર, VCCIએ યુનાઈટેડ આરબ સાથે કર્યા MOU

Vadodara: રાજ્યમાં માત્ર વિકાસ નહીં ઉદ્યોગ વિકાસની પણ જરૂર, VCCIએ યુનાઈટેડ આરબ સાથે કર્યા MOU

એકબીજાની સાથે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે રહેલી તમામ સંભાવનાઓનું આદાન-પ્રદાન કરશે.

વડોદરામાં યોજાયેલા વીસીસીઆઇ એક્સ્પો પ્રદર્શનનો ઉધોગ જગતનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે વીસીસીઆઈ અને યુનાઈટેડ આરબ અમિરાતની રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યાં છે.

Nidhi Dave, Vadodara: વડોદરામાં VCCI એક્સ્પોમાં વીસીસીઆઈ અને યુનાઈટેડ આરબ અમિરાતની રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એકબીજાની સાથે વેપાર ઉદ્યોગ ક્ષેત્રની માહિતીનું આદાન-પ્રદાન કરવા અંગે સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા. બંને ચેમ્બર એકબીજાની સાથે વેપાર અને ઉદ્યોગમાં રહેલી તમામ સંભાવનાઓનું આદાન-પ્રદાન કરશે.

VCCI ના પગલે રાજ્યમાં માત્ર પ્રદર્શન નહિ ઉદ્યોગ વિકાસની ચર્ચા

વીસીસીઆઈના પ્રમુખ મેઘજીભાઈ પટેલ, મંત્રી જલંધુ પાઠક, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચેરમેન એક્સપો હિમાંશુભાઈ પટેલ, સુભાષભાઈ નગરશેઠ, મંત્રી નીપમ દેસાઈ, અંકુર પટેલ તથા ખજાનચી અમિત શાહ હાજર રહ્યા હતા.

વીસીસીઆઇના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને એક્સ્પોના ચેરમેન હિમાંશુ પટેલે કહ્યું કે, VCCI એક્સ્પો - 2023 ઉદ્યોગ જગતને નવા આયોજન તેની સાઈઝ, સ્કોપ અને ડ્યુરેશન એટલે કે કદ અને વ્યાપકતા, વિષય વસ્તુ અને સમયની અવધીની રીતે 2023 ની ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની એક અતિ વિશાળ ઇવેન્ટ છે.

ભારત આ વર્ષે જી - 20નું યજમાન છે અને એના મહેમાનો હાલમાં ગુજરાતમાં આવી રહ્યાં છે. અમારા પ્રદર્શનો આ ક્ષેત્રમાં ટ્રેન્ડ સેન્ટર બન્યા છે. VCCI ના પગલે રાજ્યમાં માત્ર પ્રદર્શન નહિ ઉદ્યોગ વિકાસની ચર્ચા, નિદર્શન, સંવાદના વિવિધ આયામોને એક છત્રમાં સમાવી લેતા આ પ્રકારના મહા આયોજનો એક પરંપરા બની ગયા છે.

રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સના ફર્સ્ટ વાઇસ ચેરમેન અને ચેરમેન સુપ્રીમ કાઉન્સિલ ઓફ એસએમઇ હીઝ એક્સેલન્સી યુસુફ ઇસ્માઈલ, રાખ ચેમ્બરના કોમર્શિયલ મેનેજર ઈસ્માઈલ બલુચી ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના નવલખી મેદાન ખાતે યોજાયેલા વીસીસીઆઇ એક્સ્પો પ્રદર્શનનો ઉધોગ જગતનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
First published:

Tags: Buisness News, Local 18, Vadodara

विज्ञापन