Home /News /madhya-gujarat /VADODARA:સિગ્મા ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય કંપની L&T એજ્યુટેક વચ્ચે MOU, ગુજરાતમાં એજ્યુટેક કરનાર પ્રથમ સંસ્થા બની
VADODARA:સિગ્મા ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય કંપની L&T એજ્યુટેક વચ્ચે MOU, ગુજરાતમાં એજ્યુટેક કરનાર પ્રથમ સંસ્થા બની
વિદ્યાર્થીઓને L&Tના તજજ્ઞો પાસેથી નવીનતમ શીખવાની અમુલ્ય તક પ્રાપ્ત થશે...
વિદ્યાર્થીઓને ખરેખર સક્ષમ બનાવવા માટે સિગ્મા ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપની લાર્સન એન્ડ ટર્બો દ્રારા સ્પોન્સર કરાયેલી L&T એજ્યુટેક સાથે સહયોગ કરી રહી છે.
વડોદરા: અત્યારની પરિસ્થિતિમાં શૈક્ષણિક સંસ્થાઓ (Educational Institution) માટે સૌથી મોટો પડકાર વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીથી (Morden Technology) માહિતગાર કરવાનો છે. આ સાથે અભ્યાસક્રમમાં જે ભણાવવામાં આવે છે તેનાથી તો વાસ્તવિકતા ખુબ વિપરીત જોવા મળે છે. આ ક્ષતિ દૂર કરી વિદ્યાર્થીઓને ખરેખર સક્ષમ બનાવવા માટે સિગ્મા ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ (Sigma Group of Engineering) અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપની લાર્સન એન્ડ ટર્બો (Larsen & Turbo) દ્રારા સ્પોન્સર કરાયેલી L&T એજ્યુટેક સાથે સહયોગ કરી રહી છે.
સિગ્મા ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ L&T એજ્યુટેક જોડે એમ.ઓ.યુ. કરનારી ગુજરાતની સર્વ પ્રથમ સંસ્થા બની
સિગ્મા ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ L&T એજ્યુટેક જોડે એમ.ઓ.યુ. કરનારી ગુજરાતની સર્વ પ્રથમ સંસ્થા છે. મહત્વની વાત એ છે કે, વિધાર્થીઓને સ્કીલ અપગ્રેડેશન માટે એલ.એન્ડ ટી.ના વિવિધ એકમો તથા પ્રોજેક્ટોની મુલાકાત દરમિયાન L&Tના તજજ્ઞો પાસેથી નવીનતમ શીખવાની અમુલ્ય તક પ્રાપ્ત થશે. આ સ્કીલ અપગ્રેડેશનમાં જે વિધાર્થીઓ તાલીમ પ્રાપ્ત કરશે તેઓને L&T અને બીજી વિશ્વ વિખ્યાત કંપનીઓમાં ઉચ્ચ પગારની કારકિર્દી બનાવવાની ઉત્તમ તક પણ પ્રાપ્ત થશે. એમ.ઓ.યુ સાઈનિંગ સેરેમનીમાં સિગ્મા ગ્રુપના ચેરમેન ડૉ. હર્ષ શાહે જણાવ્યું હતું કે, \"આ ખુબ સારી તક સિગ્માને મળી છે કે વિધાર્થીઓને ભણતરની સાથે પ્રેક્ટિકલ નોલેજમાં વધારો થઇ રહ્યો છે. સંસ્થામાં અભ્યાસ કરી રહેલ દરેક વિધાર્થીઓ ભવિષ્યમાં L&T કંપની સાથે પોતાની કારકિર્દી બનાવી શકે છે."
સમારંભમાં L&T એજ્યુટેકના બિઝનેશ હેડ એમ. એફ. ફેબીન, મેનેજર ઇન્સ્ટીટયુશનલ ક્નેક્ટ રત્નેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા,
L&Tના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસીસના હેડ અશોક મોંગાએ આ પ્રસંગે સિગ્માના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ સાથે 25 વર્ષે પૂર્વે સાથે કામ કરેલ વાતોને વાગોળીને વિધાર્થીઓને મહેનતનું ફળ અવશ્ય મળે છે અને હમેશા મહેનત કરતા રહો તેવી શીખ આપી હતી અને વિધાર્થીઓને પોતાના બધા પ્રોજેક્ટ જોવા માટે આવકાર્યા હતા.આ સમારંભમાં L&T એજ્યુટેકના બિઝનેશ હેડ એમ. એફ. ફેબીન, મેનેજર ઇન્સ્ટીટયુશનલ ક્નેક્ટ રત્નેશ મિશ્રા, એલ. એન્ડ ટી. નોલેજ સીટી (વડોદરા), ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસીસના હેડ અશોક મોંગા, તથા એલ. એન્ડ ટી. અમદાવાદના એરિયા મેનેજર નેહલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. જયારે સિગ્મા ગ્રુપ તરફથી ચેરમેન ડો. હર્ષ શાહ, મેનેજીંગ ટ્રસ્ટી ડો. શ્રેયા શાહ, મેનેજીંગ ડાયરેક્ટર ડો. જીગર પટેલ, સિગ્મા ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગના પ્રિન્સીપાલ ડો. પ્રિયેશ ગાંધી, સી.એ.ઓ. પ્રિયાંક પટેલ, સી.એફ.ઓ. હર્શાંક પટેલ તથા સિગ્મા મેનેજમેન્ટ ટીમના અન્ય સભ્યો ઉપસ્થિતિ રહ્યાહતા.