Home /News /madhya-gujarat /

વડોદરાનો ચકચારી કિસ્સો: 'તું મરી જા' કહીને માતા સગીર દીકરી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી

વડોદરાનો ચકચારી કિસ્સો: 'તું મરી જા' કહીને માતા સગીર દીકરી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી

માતાએ પુત્રી પર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.

Vadodara woman attacked daughter: એવી પણ માહિતી મળી છે કે મહિલાએ તેના પાડોશીઓને એવું પૂછ્યું હતું કે, ધારી લો કે મારા ઘરમાં બૂમાબૂમ થાય તો તમે આવો કે નહીં?

  વડોદરા: ગત અઠવાડિયે વડોદરામાં એક ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં એક માતાએ તેની 13 વર્ષની સગીર દીકરી પર ચપ્પુથી હુમલો (Woman slashes her teenage daughter) કરી દીધો હતો. માતાએ એક પછી એક સગીરા પર ચપ્પુથી 20 વાર કર્યાં હતા. હાલ સગીરાની સયાજી હૉસ્પિટલ (Shree Sir Sayaji General Hospital - Vadodara) ખાતે સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન સગીરાએ એવું જણાવ્યું છે કે તેની માતાએ ત્રણ દિવસ પહેલાથી જ હુમલાનું આયોજન કર્યું હતું. સગીરાએ તેની માસી સાથેની વાતચીત દરમિયાન આ હકીકત જણાવી છે.

  'મારા ઘરમાં બૂમાબૂમ થાય તો તમે આવો?'


  એવી પણ માહિતી મળી છે કે મહિલાએ તેના પાડોશીઓને એવું પૂછ્યું હતું કે, ધારી લો કે મારા ઘરમાં બૂમાબૂમ થાય તો તમે બચાવવા માટે આવો કે નહીં? સગીરાના કહેવા પ્રમાણે માતાની આવી વાત બાદ પાડોશીઓે એવો જવાબ આપ્યો હતો કે તમે ઘરનો દરવાજો બંધ રાખો તો અમને કેવી રીતે સંભળાય? આ કેસમાં હાલ પીડિત દીકરીની માતા જેલમાં છે. ઈજાગ્રસ્ત દીકરી ઈચ્છી રહે છે કે માતા જેલમાં જ રહે, તેણીને જામીન ન મળે.

  બીજી તરફ પીડિત સગીરાની માસીનું કહેવું છે કે, તેની બહેન (આરોપી) પાકિસ્તાનની કોઈ એપ સાથે જોડાયેલી હતી અને ડાન્સ કરીને પૈસા રડતી હતી. તેણી હાલોલ ખાતે રહેતા કોઈ યુવાનને સંપર્કમાં હતી. આ કેસમાં હવે પોલીસ તરફથી ઈજાગ્રસ્ત સગીરાનું પોલીસ નિવેદન લેશે. જોકે, હાલ પીડિતાની હાલત સારી ન હોવાથી પોલીસ નિવેદન લઈ શકી નથી. બીજી તરફ કિશોરીને બેથી ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.

  શું હતો આખો બનાવ?


  સંસ્કાર નગરી વડોદરાના એક બનાવની હાલ ખૂબ ચર્ચા જગાવી હતી, જેમાં એક 39 વર્ષીય માતાએ તેની દીકરીને ઉપરાછાપરી છરીના 20 ઘા ઝીંકી દીધા (Mother stabbed daughter) હતા. મહિલાની સગીર દીકરી ધોરણ-8માં અભ્યાસ કરે છે. હુમલા પાછળનું કારણ મહિલાને તેનો પ્રેમ (Love) ગુમાવવાનો ડર હતો! મહિલાને આશંકા હતી કે તેના પ્રેમી જોડે તેની દીકરીને પ્રેમ સંબંધ બંધાયો છે. આથી ગુસ્સામાં આવીને મહિલાએ તેની જ દીકરીને છરીના 20 ઘા ઝીંકી દીધા હતા. મહિલાને જે યુવક સાથે પ્રેમ થયો છે તે હાલ દુબઈ (Dubai)માં હોવાની ચર્ચા છે. આ ઉપરાંત તે તેનાથી 10 વર્ષ નાનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

  ચોંકાવનારી આ ઘટનામાં પુત્રી પર હુમલો કર્યા બાદ માતાએ જ પોલીસને ફોન કરીને પોતાની દીકરીની હત્યા કરી નાખી હોવાનો ફોન કર્યો હતો. આ ઉપરાંત દીકરીને સારવાર માટે ખસેડવા માટે પોતે જ 108ને પણ ફોન કર્યો હતો. માતા જે યુવક સાથે પ્રેમ સંબંધમાં હતો તે યુવક તેની સગીર દીકરી (Mother attack teenager daughter) નજીક આવી ગયાની માતાને શંકા હતી.

  આ પણ વાંચો: દીવાલ પર ચઢીને બદમાશો ઘરમાં ઘૂસ્યા, બે બહેનો પર તલવારથી કર્યો હુમલો, એકનું મોત

  અહેવાલ પ્રમાણે વડોદરાના આજવા રોડ પર માતા-પુત્રી રહે છે. માતા પુત્ર કોઈ ઓનલાઇન બિઝનેસ થકી આવક રળીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. મહિલાએ 2013ના વર્ષમાં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. સમય જતાં મહિલા એક યુવકના પરિચયમાં આવી ગઈ હતી. જે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતો. આ દરમિયાન મહિલાની પુત્રીને આ પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હતી. જેથી માતા-પુત્રી વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે સમય જતાં મહિલાની પુત્રી તે યુવકની નજીક આવી ગઈ હતી. જે બાદમાં માતા-પુત્રી વચ્ચે ઝઘડા વધી ગયા હતા.

  ગત મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ માતા અને પુત્રી ઘરે હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને ઝઘડો થતાં માતા તેની પુત્રી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી. માતાએ તેની જ દીકરી પર ઉપરાછાપરી ચપ્પુના 20 વાર કરી દીધા હતા. જે બાદમા તે દીકરીને લઈને સયાજી હૉસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન માતાએ પોલીસ કંટ્રોલ રૂમને એવો ફોન પણ કર્યો હતો કે તેણે પોતાની દીકરીની હત્યા કરી નાખી છે.

  મહિલાએ અગાઉ બે વખત છૂટાછેડા લીધા છે. હાલ જે યુવક સાથે તેનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તે દેશ બહાર હોવાનું જાણવા મળ્યું છે. અગાઉના લગ્ન વખતે ઘરકંકાસને પગલે મહિલાએ બે વખત પોલીસ ફરિયાદ પણ કરી છે. હવે દીકરી પર હુમલો કરીને મહિલા ફરી પોલીસ ચોપડે ચડી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  આગામી સમાચાર