Home /News /madhya-gujarat /Vadodara: એક સંતાનની માતા ક્રિના મિસ્ત્રી મિસિસ એશિયા બન્યા, પ્રિયંકા ચોપરા છે રોલ મોડેલ

Vadodara: એક સંતાનની માતા ક્રિના મિસ્ત્રી મિસિસ એશિયા બન્યા, પ્રિયંકા ચોપરા છે રોલ મોડેલ

X
આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન....

વડોદરામાં રહેતા અને વ્યવસાયે એકાઉન્ટન્ટ ક્રિના જીગ્નેશ મિસ્ત્રીએ મુંબઈમાં મિસિસ એશિયા કોન્ટિનેંટલ ક્વીનનો રાષ્ટ્રીય તાજ જીત્યો છે. એક સંતાનની માતા છે. તેમજ પ્રિયંકા ચોપરાને રોલ મોડેલ માને છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: એક છોકરાની માતા અને વ્યવસાયે એકાઉન્ટન્ટ ક્રિના જીગ્નેશ મિસ્ત્રીએ મુંબઈમાં મિસિસ એશિયા કોન્ટિનેંટલ ક્વીનનો રાષ્ટ્રીય તાજ જીત્યો. આ શોમાં ભાગ લેનારી તે ગુજરાતમાંથી એકમાત્ર હતી. તેણી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને અન્ય લોકો માટે ઉદાહરણ બેસાડવાનું લક્ષ્ય પૂરું પાડશે.

સ્પર્ધા ત્રણ કેટેગરીમાં વહેંચાયેલી હતી

વર્ષ 2009 માં લગ્ન થયા. તેણીના બાળપણના સ્વપ્ના અધૂરા છૂટી ગયા હતા અને અંતે 2019માં રેમ્પ વોક કર્યું. તેણીના પતિ અને સાસરિયાઓના સમર્થનથી મિસિસ પોપ્યુલર ગુજરાત 2019માં ભાગ લીધો અને તેણી એ પ્રથમ મોડેલિંગ સ્પર્ધામાં તાજ જીત્યો. હવે તેણીએ મુંબઈમાં મિસિસ એશિયા કોંટિનેંટલ ક્વીનનો રાષ્ટ્રીય તાજ જીત્યો.



ક્રિના મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત છે કે હું આ ત્રણ દિવસની સ્પર્ધા માટે ગુજરાતની બહાર ગઇ અને ટાઇટલ જીતીને આવી, જેનો મને ખૂબ જ આનંદ છે. સ્પર્ધા ત્રણ કેટેગરીમાં વહેંચાયેલી હતી. જેમાં 28 જેટલા સ્પર્ધકો મારી સાથે જોડાયેલા હતા. હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીશ.



લોગ મુઝે મેરે નામ સે નહી, મેરે કામ સે જાનેગે

વધુમાં જણાવ્યું હતું કે, પ્રશ્ન અને જવાબ રાઉન્ડમાં મેં કહ્યું 'લોગ મુઝે મેરે નામ સે નહી, મેરે કામ સે જાનેગે', અને ચારેય બાજુથી તાળિયોનો ગડગડાટ સાંભળ્યો.



મેં આયુષી ધોળકિયા (મિસ ટીન ઇન્ટરનેશનલ 2019) પાસેથી ઊંડાણપૂર્વકની તાલીમ લીધી અને મારા રાઉન્ડ દરમિયાન એમની ટિપ્સનો ઉપયોગ કર્યો, જે મારી તરફેણમાં ગયો. તાજની ખુશીની સાથે સાથે આ જવાબદારી પણ છે, કારણ કે મોડેલિંગની કારકિર્દીમાં પ્રવેશવા માંગતા અન્ય લોકો સમક્ષ મારે ઉદાહરણ બેસાડવું છે.



પ્રિયંકા ચોપરાને રોલ મોડલ માને છે

ક્રીનાએ 'બેસ્ટ આઉટ ફ્રોમ વેસ્ટ'નો સંદેશો લોકો સુધી પહોંચાડયો છે. સ્પર્ધામાં પોતાના ગાઉન્સને ફરીથી ડિઝાઇન કરીને પહેર્યા હતા. વડોદરામાં આર. એમ. એસ. પોલીટેકનિકમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી ક્રિનાએ અગાઉ મિસિસ પોપ્યુલર ગુજરાત 2019, વર્સેટાઈલ મોડલ ઓફ ધ યર 2022 અને અન્ય એવોર્ડ જીત્યા હતા.



તેણીએ ઘણી સૌંદર્ય સ્પર્ધાઓને પણ જજ કરે છે અને તેના જેવી ઘણી માતાઓને મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી છે. તથા ક્રિના એ બે ગુજરાતી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. જો સારી ભૂમિકાઓ ઓફર થાય તો તે હું સ્વીકારી લઈશ. પ્રિયંકા ચોપરાને રોલ મોડલ માને છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન ધરાવે છે.
First published:

Tags: Award, International, Local 18, Mother Daughter, Vadodara

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો