Home /News /madhya-gujarat /

માતા કે કુમાતા : પરિણીતાએ પ્રેમીને પામવા છ વર્ષના દીકરાની કરી નાંખી હત્યા

માતા કે કુમાતા : પરિણીતાએ પ્રેમીને પામવા છ વર્ષના દીકરાની કરી નાંખી હત્યા

પ્રતિકાત્મક તસવીર

Vadodara Crime news: બપોરના સમયે સુમિત્રાએ પોતાના જ પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પોતાના દીકરાનું માથું ઘર પાછળના થાંભલામાં ફસાવી દીધું હતુ.

    વડોદરા : જિલ્લાના (Vadodara) સાવલી (Savali) તાલુકાના પસવા ગામમાં રહેતી પરિણીત (married woman) પ્રેમિકાએ પ્રેમીને (lover) મળવામાં સહેલાઇ પડે તે માટે છ વર્ષના પુત્રની હત્યા (mother killed son) કરી નાંખી છે. સાવલીની પરિણીતા સુમિત્રા પરમાર વેજલપુર ગામમાં રહેતા કિશન મનહર રાવળ સાથે લગ્નેતર સંબધો રાખતી હતી. પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધોની જાણ પતિ મુકેશને થતા તેને પત્નીને ઠપકો આપ્યો હતો. જે બાદ પત્નીએ બધાને મારી નાંખી પ્રેમી સાથે ભાગી જવાની ધમકી આપી.

    પરિણીતાને બે સંતાનો છે

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુમિત્રા પરમાર બે સંતાનાની માતા છે. તેના લગ્ન આજથી આઠ વર્ષ પહેલા મુકેશ ગોવિંદભાઈ પરમાર સાથે થયા હતા. સુમિત્રાનું તેના પિયર પાસે રહેતા કિશન મનહરભાઈ રાવળ (રહે. વેજલપુર, કાલોલ જિ. પંચમહાલ) સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. જેના કારણે તે તેના સંતાનનું ખાસ ધ્યાન રાખતી નહોતી. તેના પિયરમાં તેના પ્રેમીને મળવા વારંવાર જતી રહેતી હતી. તેના કારણે બંને પતિ-પત્ની વચ્ચે વારંવાર બોલાચાલી પણ થતી હતી.

    આ પણ વાંચો: સુરતનો આરોપી લૂંટ કરીને રુપિયા પત્નીના ખાતામાં કરાવતો હતો જમા, આ રીતે ઝડપાયો

    હત્યા પહેલા પતિ પત્ની વચ્ચે થયો હતો ઝઘડો

    હત્યા પહેલા 26મી જૂને સુમિત્રાએ પોતાના પતિને જણાવ્યું હતું કે, ઘરમાં મીઠું ખૂટી ગયું છે, લઈ આવો. જે બાદ પરિણીતાનો પ્રેમી કાર લઇને તેને મળવા આવ્યો હતો. જેને ગામ લોકો જોઈ જતા ગામના યુવકોએ પકડીને તેના ઘરે લાવ્યા હતા. ગામના અગ્રણીઓ તેમજ પરિણીતાના માતા-પિતાને બોલાવીને આ અંગેની જાણ કરાઇ હતી. જે બાદ તેના માતાપિતા અને ગામ લોકોએ પણ તેને સમજાવ્યા હતા. જે બાદ બીજા દિવસે સવારે પતિ સાથે ફરીથી પરિણીતાને બાલવાનું થયુ હતુ. ત્યારે પત્નીએ પતિને ધમકીના સૂરમાં જણાવ્યુ હતુ કે, 'તારાથી થાય તે કરી લેજે હું બધાને પૂરા કરી દઈશ અને કિશન સાથે ઘર બાંધીશ. તું અહીંથી નીકળી જા.' જે બાદ પતિ નોકરીએ જવા નીકળી ગયો હતો.

    આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી ક્લબ સામે અકસ્માત

    હત્યા કરીને માતા ફરાર થઇ ગઇ

    પરિણીતાને પ્રેમીને મળવા જવા માટે 6 વર્ષનો દીકરો નડતરરૂપ લાગતો હતો. જેથી બપોરના સમયે સુમિત્રાએ પોતાના જ પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પોતાના દીકરાનું માથું ઘર પાછળના થાંભલામાં ફસાવી દીધું હતુ. નિર્દયી માતા ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. ત્યાં આસપાસના ખેતરોમાં કામ કરતા લોકોને આ અંગેની જાણ થતા પોલીસને જાણ કરી હતી.

    પરિણીતા અને પ્રેમીની ધરપકડ

    આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં પુત્રની હત્યા કરનાર માતા અને તેના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઇને પીએમ કરાવવા તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસે પ્રેમી અને પરિણીતાને ઝડપી પાડીને જેલ ભેગા કર્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Crime news, ગુજરાત, વડોદરા સમાચાર, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन