Vadodara: રસીકરણ મહા અભિયાન અંતર્ગત 20 હજારથી વધુ લોકોને રસી મુકવામાં આવી
Vadodara: રસીકરણ મહા અભિયાન અંતર્ગત 20 હજારથી વધુ લોકોને રસી મુકવામાં આવી
જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોરોના રસીકરણ મહા અભિયાન રાખવામાં આવ્યું હતું.
રવિવારના રોજ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોરોના રસીકરણ મહા અભિયાન રાખવામાં આવ્યું હતું. એક દિવસના આ અભિયાન અન્વયે 20,779 લોકોને રસી આપવામાં આવી હતી.
વડોદરા: રવિવારના રોજ જિલ્લા આરોગ્ય તંત્ર (Health Department) દ્વારા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોરોના રસીકરણ (Vaccination) મહા અભિયાન રાખવામાં આવ્યું હતું. એક દિવસના આ અભિયાન અન્વયે 20,779 લોકોને રસી આપવામાં આવી હતી. આ રસીકરણ અભિયાન ખાસ કરીને જેઓ તકેદારી ડોઝને પાત્ર છે અને ડોઝ લીધો નથી તેમને તથા કિશોર વય જૂથના રસી ન લીધી હોય તેવા લાભાર્થીઓ માટે રાખવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં લોકોએ મહાઅભિયાનમાં ભાગ લીધું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવતે જણાવ્યું કે, 8 તાલુકાઓમાં કુલ 208 જગ્યાઓ એ રસીકરણની સુવિધા રાખવામાં આવી હતી. રસીની પાત્રતા હોવા છતાં જેમણે રસી નથી લીધી એવા લોકોનો વિવિધ રીતે સંપર્ક કરીને રસી લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. હજારો લોકો એ મહા અભિયાનમાં ભાગ પણ લીધો હતો.
જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી મૂકવા માટે 242 રસીકરણ કેન્દ્રો પર રસી આપવામાં આવી.
મુખ્યમંત્રીની સૂચનાથી યોજવામાં આ અભિયાનની જાણકારી આપતાં નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રવિવારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી મૂકવા માટે 242 રસીકરણ કેન્દ્રો રાખવામાં આવ્યા. આ અભિયાન હેઠળ પ્રિકોશન ડોઝની પાત્રતા ધરાવતા અને તેનાથી વંચિત જિલ્લાના હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને 60 થી વધુ ઉંમરની શ્રેણીના 65,221 લાભાર્થીઓને પ્રિકોષન ડોઝ અને 12 વર્ષથી વધુ વય જૂથના પાત્રતા ધરાવતા 66,014 ને બીજો ડોઝ, એમ કુલ 1,31,235 લાભાર્થીઓ ને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનને સફળ બનાવવા આરોગ્ય વિભાગ ગૃહ વિભાગ, પંચાયત, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓને ઓળખીને રસી અપાવવામાં સહયોગ આપ્યો હતો. કોરોના હજુ સાવ ગયો નથી એટલે રસીને પાત્ર હોવા છતાં ડોઝ લીધો ન હોય તેઓ આરોગ્યના હિતમાં રસી મુકાવી લે તેવો અનુરોધ ઝાલાએ કર્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર