મોરબીઃ યુવાનની હત્યા કરનાર કાકા અને પિતરાઇ ભાઇની ધરપકડ

News18 Gujarati
Updated: June 4, 2019, 8:17 PM IST
મોરબીઃ યુવાનની હત્યા કરનાર કાકા અને પિતરાઇ ભાઇની ધરપકડ
બે આરોપીઓની ધપકડ

બાઇકના ડોક્યુમેન્ટ લેવા બાબતે ઝઘડો કર્યો હતો.જેમાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈ રાહુલે અમિતને છરીના ઘા ઝીકી દીધા હતા.

  • Share this:
અતુલ જોશી, મોરબીઃ મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક પાસેની રાધે શ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર આવેલ બંસરી ટોય નામની દુકાન પાસે અમિત પ્રવીણભાઈ ભાલોડિયા ( મૂળ આમરણવાળા) નામનો યુવાન હતો. ત્યારે તેના પિતરાઈ ભાઈ રાહુલ કિશોરભાઈ ભાલોડિયા અને તેના પિતા કિશોરભાઈ ભાલોડિયાએ ત્યાં આવીને બાઇકના ડોક્યુમેન્ટ લેવા બાબતે ઝઘડો કર્યો હતો.જેમાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈ રાહુલે અમિતને છરીના ઘા ઝીકી દીધા હતા.

બાદમાં યુવાનને લોહીલુહાણ હાલતમાં જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા મામલો હત્યામાં પરીણમ્યો હતો જેમાં બનાવ અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડિયા (મૂળ આમરણવાળા) એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલોકોમાંજ આરોપી પિતા પુત્રને ઝડપી લીધા હતા.

આ પણ વાંચોઃ-વડોદરાઃ વુડાના બે અધિકારીઓ 1.25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

આ બનાવ અંગે એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉ મૃતક યુવાન અમિતે આરોપી રાહુલના ભાઈના નામે મોટર સાયકલ નવું ખરીદ્યું હતું.આથી અસલી ડોક્યુમેન્ટ આરોપી પાસે હતા.તેથી મૃતક યુવાન બાઇકના અસલી ડોક્યુમેન્ટ પોતાના નામે કરવા માંગતો હતો.આ બાબતે અમિત અને રાહુલ વચ્ચે ચાલતો ઝઘડો અંતે લોહિયાળ બન્યો હતો.પોલીસે હાલ બન્ને આરોપીની ધરપડક કરીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: June 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading