'દરેક બુથ ઉપર કમળનું નિશાન નહીં નીકળે તો ઠેકાણે પાડી દઇશ': MLA મધુ શ્રીવાસ્તવ

News18 Gujarati
Updated: April 6, 2019, 6:21 PM IST
'દરેક બુથ ઉપર કમળનું નિશાન નહીં નીકળે તો ઠેકાણે પાડી દઇશ': MLA મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જાહેર મંચ ઉપરથી જ મતદાતાઓને ધમકી આપી રહ્યા છે. જો દરેક બુથમાં કમળ ન ખીલ્યું તો ઠેકાણે પાડી દઇશ. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

  • Share this:
ફરિદ ખાન, વડોદરાઃ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાઇ ચૂક્યા છે ત્યારે હવે નેતાઓ રોડ શો અને જાહેરસભા યોજીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અત્યારની સ્થિતિમાં ચૂંટમી પ્રાચરમાં નેતાઓ વિનંતીના શૂર પૂરાવ છે. પરંતુ વાઘોડીયાના ધારાસભ્ય કંઇક અલગ શૂર આલાપી રહ્યા છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જાહેર મંચ ઉપરથી જ મતદાતાઓને ધમકી આપી રહ્યા છે. જો દરેક બુથમાં કમળ ન ખીલ્યું તો ઠેકાણે પાડી દઇશ. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

મળતી માહિતી પ્રમાણે ત્રણ એપ્રિલના રોજ વડોદરામાં યોજાયેલી ભાજપની જાહેરસભામાં વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ જાહેરસભા સંબોધી રહ્યા હતા. જ્યારે તેમનું ભાષણ સાંભળ્યું ત્યારે તમદારો પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે જાહેર મંચ ઉપરથી જ મતદારોને ધમકી આવતા કહ્યું હતું કે, હું વિનંતી કરું છું. વડોદરાના દરેક બુથ ઉપરથી કમળનું નિશાન ખીલવું જોઇએ એ જો એવું નહીં થાય તો ઠેકાણે પાડી દઇ. હું ગભરાતો નથી. તેમણે કહ્યું કે હું દાદાગીરીથી જ લડવાનો છું.

તેમણએ વધું જણાવ્યું હતુ. વર્ષોથી તમને પાળી રહ્યા છીએ. પાણી, વીજળી આપી બધું જ આપ્યું છે. પરંતુ તમે વેરો નથી ભરતા ભાઇ.

આમ ભાજપના ફાયબ્રાન્ડ ગણાતા નેતા મધુ શ્રીવાસ્તવના નિવેદનથી રાજકીય દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હતો.
First published: April 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...