વડોદરાઃMLAના ભત્રીજાની ઓળખ આપી ઉદ્યોગપતિ પાસે 7લાખની ખંડણી માંગી,ધરપકડ

News18 Gujarati | Pradesh18
Updated: October 6, 2016, 6:55 PM IST
વડોદરાઃMLAના ભત્રીજાની ઓળખ આપી ઉદ્યોગપતિ પાસે 7લાખની ખંડણી માંગી,ધરપકડ
વડોદરાઃ ઝગડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના ભત્રીજા તરીકે ઓળખ આપી અંકલેશ્વરના ઉદ્યોગપતિ પાસે 7 લાખના પ્રોટેક્શન મનીની માંગણી કરનાર શકશની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી છે. રાતોરાત લખપતિ બનવા હિરેન જેઠાણી નામના શક્શએ મિત્ર સાથે મળી ખંડણી વસૂલવા કાવતરું ઘડ્યું હતું.

  • Pradesh18
  • Last Updated: October 6, 2016, 6:55 PM IST
  • Share this:
વડોદરાઃ ઝગડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના ભત્રીજા તરીકે ઓળખ આપી અંકલેશ્વરના ઉદ્યોગપતિ પાસે 7 લાખના પ્રોટેક્શન મનીની માંગણી કરનાર શકશની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી છે. રાતોરાત લખપતિ બનવા હિરેન જેઠાણી નામના શક્શએ મિત્ર સાથે મળી ખંડણી વસૂલવા કાવતરું ઘડ્યું હતું.

હું ઝગડિયાના ધારાસભ્ય અને બાહુબલી નેતા છોટુ વસવાનો ભત્રીજો મહેશ બોલું છું અને જાનની સલામતી ઇચ્છતા હો તો રૂપિયા 7 લાખની પ્રોટેક્શનમની આપો આ પ્રકારના ફોન કોલ કરી ઉદ્યોગકારને દાબડાવનાર હિરેન જેઠાણી નામના શખ્સની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી છે. ફિલ્મોમાં દર્શાવતા પ્રોટેક્શન મનીના દ્રશ્યોનું અનુકરણ કરી લાખોપતિ બનવાના સપના જોવાનું આ શક્શને ભારે પડ્યું છે.જેને પોલીસે જેલના સળિયા ગણતો કરી દીધો છે.

હિરેને તેને મિત્ર જયેશ રાવલ સાથે મળી સવભાવે નરમ એવા ઉદ્યોગકાર પ્રફુલ ગજેરાને ટાર્ગેટ કર્યા હતા. જેમણે છોટુ વસાવાના નામે ગજેરાને કોલ કરી 7લાખની પ્રોટેક્શન મની માંગી હતી. પૈસા આપવાના સ્થાને ઉદ્યોગકાર પોલીસ પાસે પહોંચતા કોલ ટ્રેસીંગ દરમ્યાન પૈસા માંગનાર હિરેન જેઠાણી હોવાનું બહાર આવતા તેની પોલીસે ધરપકડ કરી છે. પૂછપરછમાં આ શખ્સએ કાવતરામાં મિત્ર જતીન રાવણની મદદ લીધી હોવાની કબૂલાત કરતા પોલીસે જતીન વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી હતી.જોકે પોલીસ ધરપકડ કરે તેવી શંકા જતા જતીન ફરાર થઇ ગયો છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે ધારાસભ્યને ઓળખતો નથી કે ક્યાંય મળ્યો નથી પરંતુ બાહુબલી નેતાનું નામ વટાવી તે પૈસા પડાવવાની પેરવીમાં હતો.

First published: October 6, 2016, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading