Home /News /madhya-gujarat /

વડોદરા પોલીસને મળી મોટી સફળતા, ગુમ થયેલા ત્રણ બાળકો આખરે મળી ગયા

વડોદરા પોલીસને મળી મોટી સફળતા, ગુમ થયેલા ત્રણ બાળકો આખરે મળી ગયા

બાળકોની પ્રતિકાત્મક તસવીર

Vadodara news: આ ગુમ બાળકો વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી હેમખેમ મળી આવતા પરિવારના જીવમાં જીવ આવ્યો હતો.

    વડોદરા : બે દિવસ પહેલા શહેરના (Vadodara News) ફતેગંજ પાસેથી શ્રમજીવી પરિવારના ત્રણ બાળકો (kids missing Vadodara) ગુમ થઇ ગયા હતા. જે બાદ પોલીલ (Vadodara Police) તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ બુધવારે રાતે 9 વાગ્યાની આસપાસ ત્રણે બાળકો વડોદરા રેલવે સ્ટેશનના પહેલા ગેટ પાસેથી મળી આવ્યા હતા. જે બાદ પોલીસે ત્રણ બાળકોને તેમના માતાપિતાને સોંપ્યા છે.

    20મી તારીખથી બાળકો ગુમ થયા હતા

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના ફતેગંજ બ્રિજ પાસે રહેતા શ્રમજીવી પરિવારના ત્રણ બાળકો 20મી તારીખે મોડી સાંજે ગુમ થયા હતા. જે બાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી. ત્રણે બાળકોનો પત્તો નહી લાગતા ફતેગંજ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે એક ટીમ બનાવી હતી. જ્યારે બીજી કોઈ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા બાળકો મળી આવ્યા હોય તેવા પોલીસ સ્ટેશનનોના મેસેજની પણ તપાસ કરાવી હતી. અન્ય એક ટીમ રેલવે સ્ટેશન અને એસટી ડેપો જવા જાહેર સ્થળોએ તપાસ કરતી હતી.

    વડોદરા પોલીસ સ્ટેશન


    આ પણ વાંચો:  અમૂલના MD આર.એસ. સોઢીને નડ્યો અકસ્માત, સારવાર માટે ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ

    પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ કરી હતી?

    નોંધનીય છે કે, ફતેગંજ બ્રિજ પાસે અનેક શ્રમજીવી પરિવાર રહે છે. જે છૂટક મજૂરી કરી પેટનો ખાડો પૂરે છે. આ પરિવારો પૈકી એક પરિવારના ત્રણ બાળકો રમતાં રમતાં અચાનક ગુમ થઇ ગયા હતા. શોધખોળ છતાં બાળકો ન મળી આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી. આ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ આઘાત લાગ્યો હતો. ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ગુમ બાળકોને શોધવા વિવિધ ટિમ બનાવી દીધી હતી.



    જે બાદ સીસીટીવી ફૂટેજ સહિત લોકોની પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ગુમ થયેલા બાળકો મળી આવ્યા હોય તેવા પોલીસ સ્ટેશનોના મેસેજ ચેક કર્યા હતા જયારે અન્ય એક ટીમ રેલવે સ્ટેશન અને એસટી ડેપો જવા જાહેર સ્થળો એ તપાસ કરી રહી હતી. આ ગુમ બાળકો વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી હેમખેમ મળી આવતા પરિવારના જીવમાં જીવ આવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વડોદરા સમાચાર

    આગામી સમાચાર