આધેડ મહિલાએ મિત્રતાનું દબાણ કરતા સગીરાએ કર્યો આપઘાત

News18 Gujarati
Updated: April 30, 2019, 9:05 AM IST
આધેડ મહિલાએ મિત્રતાનું દબાણ કરતા સગીરાએ કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

આધેડ મહિલાએ સગીરાને કહ્યું હતું કે તુ મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહિંતર કોઈની સાથે ઘર માંડી લે તેવું કહ્યું હતું.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં બનેલા કિસ્સાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. 17 વર્ષની સગીરાને તેની પડોશમાં રહેતી 50 વર્ષની મહિલા દોઢ વર્ષથી મિત્રતા બાંધવા મજબૂર કરતી હતી. જેનાથી કંટાળીને સગીરાએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

'ફ્રેન્ડશીપ કરી લે નહિંતર કોઈની સાથે ઘર માંડી લે'

આ મામલે મળતી માહિતી પ્રમાણે બહેરામપુરામાં રહેતી 17 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. તેના ઘરની સામે 50 વર્ષની મહિલા રહે છે. દોઢ વર્ષથી મહિલા સગીરાને તેની સાથે મિત્રતા બાંધવા માટે વાંરવાર દબાણ કરતી હતી. પરંતુ સગીરા તેની સાથે મિત્રતા કરવા તૈયાર ન હતી. ગઈકાલે સવારે મહિલા સગીરાના ઘર સામે આવીને મન ફાવે તેવું બોલી હતી. તેણે સગીરાને કહ્યું હતું કે તુ મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહિંતર કોઈની સાથે ઘર માંડી લે તેવું કહ્યું હતું. આ રીતે બોલાચાલી કરતા સગીરાને મનમાં લાગી આવ્યું હતું અને તેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો: વડોદરા : પ્રેમીએ ત્રણ વખત ગળું દબાવ્યું, બચી જતાં ફાંસો આપી મારી નાખી

મૃતકનાં પિતાએ કરી ફરિયાદ

મૃતક સગીરાનાં પિતા દિનેશભાઇએ પોલીસને આપેલા નિવેદનમાં લખાવ્યું છે કે, 'તેમની 17 વર્ષની દીકરીને તેમના ઘરની સામે રહેતા મીનાબેન ફ્રેન્ડશીપ માટે દબાણ કરતા હતાં. આ દુર્ઘટના ઘટી તેની સવારે નવ કલાકે મીનાબેને દીકરી સાથે ઝઘડો કરીને મનફાવે તેમ કહ્યું હતું. જેના કારણે દીકરીએ આ અંતિમ પગલું ભર્યું છે.'દાણીલીમડા પોલીસ સ્ટેશનના પી.આઈ વી.આર. વસાવાએ આ અંગે જણાવતા કહ્યું હતું કે ગઈકાલે ઘરમાં મૃત્યુંને કારણે પરિવારજનોની પૂછપરછ થઈ શકી ન હતી. હવે પરિવારજનોના નિવેદન લેવામાં આવશે. મૃતકનાં પરિવારની સાથે આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. મહિલા લેસ્બિયન સંબંધ બાંધવા માટે કહેતી હતી કે પછી સામાન્ય મિત્રની જેમ મિત્રતા રાખવા દબાણ કરતી હતી કે કેમ? તે અંગે નિવેદન બાદ સામે આવશે.
First published: April 30, 2019
વધુ વાંચો
अगली ख़बर