એક બાજુ સમગ્ર વિશ્વ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું છે દેશ માં લોકડાઉન 0.4નો અમલ છે ત્યારે આવા સંકંટ સમય નો લાભ લઇ કેટલાક અસામાજિક તત્વો પોતાની અસામાજિક પ્રવૃતિઓ કરી સમય અને સંજોગ માં પોલીસ ની આંખ માં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હોય છે એવીજ એક ઘટના વડોદરા માં સામે આવી છે
શહેર. એસ .ઓ.જી ને ચોક્કસ બાતમીના મળી હતી કે શહેર ના પ્રવેશદ્રાર દેણા ચોકડી પાસે થી ડ્રગ માફિયાઓ લાખો રૂપિયા નું ડ્રગ લઇ પસાર થવાના છે પોલીસે ત્રણ કલાક સુધી દેણા ચોકડી પાસે વૉચ ગોઠવી હતી અને સતત નજર રાખી હતી.
આખરે એસ.ઓ.જીને સફળતા મળી હતી. લાંબા સમય ની રાહ બાદ પોલીસ ને બાતમી પ્રમાણે એક સફેદ રંગની સ્કોર્પિયો કાર અટકાવવામાં આવી હતી. કારમાં સવાર નરેન્દ્રકુમાર ઉર્ફે ચેનારામ ચૌધરી અને પંકજ ઉર્ફે નારણભાઇ માંગુકીયાની ની ચકાસણી કરતા ચોંકાવનારી માહિતી સાથે તેમની બન્ને પાસેથી પાઉડરની પડીકી મળી આવી હતી.
પાઉડર શંકાસ્પદ હોવાથી પોલીસે એફ.એસ.એલની મદદ લઇ ખાતરી કરી હતી કે આ માદક પદાર્થ શું છે આ માદક પદાર્થ કારમાં સ્પેરવ્હિલ અને કારની સીટના રેકઝીનમાંથી છૂપાવાયો હતો . એફ.એસ.એલ દ્વારા આ પાઉડરની તપાસ કરતા હેરોઇન, બ્રાઉન સુગર, કોકેન જણાઈ આવ્યું હતું જેની બજાર કિંમત રૂ. 47 લાખ અને જથ્થો 470 ગ્રામ મેથામ્ફેટામાઇન (મ્યાંઉ મ્યાંઉ) ડ્રગ્સ હોવાનુ બહાર આવ્યું હતુ.
પોલીસે કારમાં સવાર બન્ને શખ્સોની વધુ પુછપરછ હાથ ધરી પુછપરછ માં આ માદક પદાર્થ રાજસ્થાનથી લાવવામાં આવેલુ મેથામ્ફેટામાઇન (મ્યાંઉ મ્યાંઉ) ડ્રગ્સ ગુજરતાના વિવિધ શહેરોમાં પહોંચાડવાનું હતું પરંતુ તે પહેલા સ્પેશ્યલ ઓપરેશન ગૃપે ઝડપી તો પાડ્યું પરંતુ, ઝડપાયેલા બન્ને કેરીયરો રાજસ્થાનથી કોની પાસેથી અને ગુજરાતમાં કોણે અને ક્યાં આ મેથામ્ફેટામાઇન (મ્યાંઉ મ્યાંઉ)નો જથ્થો પહોંચડવાના હતા તે અંગેની માહિતી પોલીસ એકત્ર કરી રહી છે પોલીસ દ્વારા આ બંનેવ ડ્રગ ની હેરાફેરી કરતા માફિયાઓ ની પૂછપરછ કરે તે પેહલા કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ આ મામલે અનેક ચોંકાવનારા ખુલાશા થાય તેવી શક્યતાઓ છે.