Home /News /madhya-gujarat /

VADODARA: બત્તી ગુલ, પિક્ચર બાકી: પાણીમાં ડૂબ્યા બાદ ગામડાઓની આવી છે દયનીય સ્થિતિ

VADODARA: બત્તી ગુલ, પિક્ચર બાકી: પાણીમાં ડૂબ્યા બાદ ગામડાઓની આવી છે દયનીય સ્થિતિ

ગામના

ગામના લોકો વીજ બિલ પણ ભરે છે, છતાં પણ ગામના લોકો સાથે અન્યાય..

મધ્યગુજરાત વીજ કંપની દ્વારા વીજપુરવઠો કાપી નાખતા શહેર નજીક આવેલ સાકારદા, નંદેસરી, ફાજલપુર, દામાંપુરા, રાયકા દોડાકા ગામોમાં અંધારપટ છવાયો,ગામમાં તાત્કાલિક ધોરણે વિજળી આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ.

    નિધિ દવે, વડોદરા: જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક મુશ્કેલીઓ(difficulties)જેમ કે પાણી ભરાઈ જવાની,રોડ રસ્તા ધોવાઈ( Roads washed away) જવાની ધટના બની હતી.તો બીજી બાજુ, વડોદરા શહેરના આસપાસના ગામોમાં વિજળી ન મળવાની સમસ્યા ઉદ્ભવી છે.શહેર( CITY)નજીક આવેલા 5 ગામોમાં છેલ્લા 7 દિવસથી વિજળી જ નથી.જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વારંવાર તંત્રને રજૂઆત કરવા છતા MGVCLના અઘિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.અધિકારીઓ( Officers) ગ્રામજનો સાથે ઉદ્ધતાઈ( arrogance) ભર્યુ વર્તન કરે છે, તેવુ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

    મધ્યગુજરાત વીજ કંપની દ્વારા વીજપુરવઠો કાપી નાખતા ગામમાં અંધારપટ

    શહેર નજીક આવેલ સાકારદા, નંદેસરી, ફાજલપુર, દામાંપુરા, રાયકા દોડાકા ગામોમાં છેલ્લા સાત દિવસથી મધ્યગુજરાત વીજ કંપની (Madhy Gujarat Vij Company) દ્વારા વીજપુરવઠો કાપી નાખવામાં આવતા ગ્રામજનોએ નંદેસરી (Nandeshari) સ્થિત આવેલ મધ્યગુજરાત વિજકંપનીની કચેરીએ પહોંચી ઓહાપોહ મચાવ્યો હતો. હાલ હજુ ચોમાસાની સિઝનની શરૂઆત જ થઈ છે. તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની પોલ ખૂલી ગઈ છે. મધ્યગુજરાત વીજ કંપની દ્વારા કેટલાય ગામોમાં વીજપુરવઠો પૂરો નહીં પાડી કાપ મુકવામાં આવ્યો.

    ગામમાં તાત્કાલિક ધોરણે વિજળી આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ

    છેલ્લા સાત દિવસથી વિજળીની માંગ કરવા છતા ગામમાં વિજળી ન આવતાગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાદમધ્યગુજરાત વીજ કંપનીના મનસ્વી વર્તન સામે સાકારદા, નંદેસરી, ફાજલપુર, દામાંપુરા, રઢિયાપુરા, રાયકા દોડાકાના ગ્રામજનોએ નંદેસરી સ્થિત આવેલ મધ્યગુજરાત વીજ કંપનીની કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂરો પાડવા અનુરોધ કર્યો હતો.

    વીજ કંપની દ્વારા કીધા વગર વીજ કાપ મૂકી દેવામાં આવ્યો જેના કારણે અનેક સમસ્યા ઉદ્ભવે છે: ગ્રામજનો

    ગ્રામજનોએ જણાવ્યું કે, વીજ કંપની દ્વારા કીધા વગર વીજ કાપ મૂકી દેવામાં આવ્યો હતો. એ પણ સાત દિવસ સુધી લોકો વિજળી વગર રહ્યા છે. ગામના લોકો વીજ બિલ પણ ભરે છે, છતાં પણ ગામના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ પ્રકારની હેરાનગતિનું કારણ આજદિન સુધી અમે જાણવા નથી મળ્યું. જો હજી પણ ગામમાં પૂરતી વીજ આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આ વિશેને ઉપર સુધી ફરિયાદ થશે અને અમે વારંવાર વીજ કંપની આવીને હોબાળો કરીશું તેવુ ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन