Home /News /madhya-gujarat /

વડોદરા મહેંદી હત્યા કેસઃ પોલીસને હીનાની લાશ મળી, સડેલી હાલતમાં હોવાથી પોટલું બાંધવું પડ્યું

વડોદરા મહેંદી હત્યા કેસઃ પોલીસને હીનાની લાશ મળી, સડેલી હાલતમાં હોવાથી પોટલું બાંધવું પડ્યું

વડોદરાઃ ગાંધીનગરના પેથાપુરથી (Gandhinagar pethapur) શરૂ થયેલો કેસ વડોદરા (vadodara) સુધી પહોંચ્યો છે. આશ્રમની બહાર તરછોડાયેલા બાળકની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં વડોદરામાં મહેંદી નામની મહિલા (Mahendi murder case) જે બાળકની માતા હોવાનું સામે આવ્યું હતું. લિવ ઈનમાં રહેતા પ્રેમી સચિને પ્રેમિકા મહેંદીની હત્યા (sachin killed mahendi) બાળકને તરછોડ્યું હતું. તપાસના ધમધમાટ વટ્ટે પોલીસ વડોદરાના ફ્લેટ (vadodara flat) સુધી પહોંચી છે. પોલીસની ટીમે હત્યા કરાયેલી મહેંદીની લાશને બેગમાંથી બહાર કાઢી હતી. જોકે, લાશ એ હદ સુધી સડી ગઈ હતી જેથી લાશને પોટલામાં બાંધીને લઈ જવી પડી હતી. લાશ ફૂલી ગઈ હતી અને દુર્ગંધ મારતી હતી અને લોહીના ડાઘા આખા ફ્લેટમાં પસરાયેલા હતા.

vadodara mahendi murder case: પોલીસ આરોપી (police) સચિનને (sachin) લઇને વડોદરાના ખોડિયારનગર (vadodara khodiyar nagar) ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ (Darshanam Oasis Flat) ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ (mahendi dead body) મળી મળી આવી હતી.

વધુ જુઓ ...
    વડોદરાઃ ગાંધીનગરના પેથાપુરથી (Gandhinagar pethapur) શરૂ થયેલો કેસ વડોદરા (vadodara) સુધી પહોંચ્યો છે. આશ્રમની બહાર તરછોડાયેલા બાળકની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં વડોદરામાં મહેંદી નામની મહિલા (Mahendi murder case) જે બાળકની માતા હોવાનું સામે આવ્યું હતું. લિવ ઈનમાં રહેતા પ્રેમી સચિને પ્રેમિકા મહેંદીની હત્યા (sachin killed mahendi) બાળકને તરછોડ્યું હતું. તપાસના ધમધમાટ વટ્ટે પોલીસ વડોદરાના ફ્લેટ (vadodara flat) સુધી પહોંચી છે. પોલીસની ટીમે હત્યા કરાયેલી મહેંદીની લાશને બેગમાંથી બહાર કાઢી હતી. જોકે, લાશ એ હદ સુધી સડી ગઈ હતી જેથી લાશને પોટલામાં બાંધીને લઈ જવી પડી હતી. લાશ ફૂલી ગઈ હતી અને દુર્ગંધ મારતી હતી અને લોહીના ડાઘા આખા ફ્લેટમાં પસરાયેલા હતા.


    પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લિવ ઈનમાં રહેતા પ્રેમી સચિને પ્રેમિકા મહેંદીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મહેંદીના મૃતદેહને ફ્લેટમાંથી કાઢ્યો હતો. ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસે મળેલા શિવાંશની માતાને પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી.


    વધુ મળતી માહિતી પ્રમાણે પોલીસનું અનુમાન છે કે હત્યા ત્રણ દિવસ પહેલા થઈ હશે. મહેંદીની બોડી ફૂલી ગઇ હતી અને પગ સડી ગયેલા જોવા મળ્યા હતા. જેને પગલે હત્યા 3 દિવસ પહેલા કરવામાં આવી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે ફ્લેટ નં C-102ને બંધ કરી દીધો છે અને આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. સચિન દીક્ષિતે મહેંદી ઉર્ફે હિના પેથાણી નામની છોકરી સાથે પ્રેમમાં હતો. મહેંદી અમદાવાદમાં જે શો રૂમમાં નોકરી કરતી હતી ત્યાં સચિન સાથે મુલાકાત થઈ હતી.


    પ્રેમમાં પડ્યા બાદ મહેંદી અને સચિન અમદાવાદમાં સાથે રહેવા લાગ્યા હતા. 6 મહિના સાથે રહ્યા બાદ બંને છુટા પડી ગયા હતા. જોકે, મહેંદીએ ફરી સચિનનો સંપર્ક કર્યો હતો અને ફરી બંનેએ સાથે રહેવાની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં મહેંદીએ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ શિવાંશ રાખવામા આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી લગભગ જૂનથી વડોદરાની એક કંપનીમાં સચિનને નોકરી મળતા મહેંદી, શિવાંશ અને સચિન વડોદરામાં રહેવા ગયા હતા.


    વડોદરામાં નોકરીએ લાગ્યા બાદ સચિને બાપોદ વિસ્તારમાં દર્શનમ ઓએસિસમાં C-102 ફ્લેટ ભાડે લીધો હતો. જેમાં સચિન અને મહેંદી પોતાના બાળક શિવાંશ સાથે રહેતા હતા. સચિન અઠવાડિયાના પાંચ દિવસ સોમથી શુક્ર વડોદરા મહેંદી અને શિવાંશ સાથે રહેતો હતો અને શનિ-રવિ ગાંધીનગરમાં પોતાના માતા-પિતા અને મૂળ પત્ની સાથે રહેવા માટે આવતો હતો. સચિન અને મહેંદી છેલ્લા અઢી મહિનાથી આ ફ્લેટમાં રહેતા હતા. જોકે, તેઓને સોસાયટીમાં કોઇ સાથે પરિચય નહોતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Gujarat police, Sachin Dixit, Vadodara news

    આગામી સમાચાર