Home /News /madhya-gujarat /

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન શરૂ કરવામાં આવ્યો... 

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન શરૂ કરવામાં આવ્યો... 

ટ્રાફિકના

ટ્રાફિકના જુદા જુદા નિયમોનું પાલન કરતાં વાહનચાલકોને સન્માનિત કરવામાં આવ્યા.

વડોદરા શહેર ટ્રાફિક (Vadodra City Trafic Police Department) શાખા પૂર્વના તમામ સેકટર પોલીસ ઇન્સ્પેક્ટર ઓ દ્વારા મુખ્ય ટ્રાફિક જંકશનો ખાતે "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન 

    1. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

    આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર તેમજ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખાનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વના તમામ સેકટર પોલીસ ઇન્સ્પેક્ટર ઓ દ્વારા મુખ્ય ટ્રાફિક જંકશનો ખાતે "મેં ટ્રાફિક ચેમ્પ" અભિયાન અંગે ટ્રાફિકના જુદા જુદા નિયમોનું પાલન કરતાં વાહનચાલકોને સન્માનિત કરવામાં આવ્યા.

    તથા અમિતનગર બ્રિજ નીચે સેક્ટર પો.ઇન્સ આર.એમ. ચૌહાણ દ્વારા નાયબ પોલીસ કમિશ્નર તથા મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખાની હાજરીમાં વાહનચાલકોને વિવિધ સ્ટોર તરફથી ડિસ્કાઉન્ટ કુપન આપી સન્માનિત કરવામાં આવ્યા.

    2. શરદપૂર્ણિમા નિમિત્તે વિઠ્ઠલ રખુમાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના સુરસાગર સ્થિત પૌરાણિક મસોબાદાદા મંદિર તેમજ સાતી આસરા ના મંદિર ખાતે ભજનસંધ્યા તેમજ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો...

    વિક્રમ સંવત 2077 ને આસો સુદ પૂર્ણિમા એટલે શરદપૂર્ણિમાના શુભ પાવન દિવસે વિઠ્ઠલ રખુમાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ દિપક શ્રીપત જાધવ તથા તેમના પરિવાર દ્વારા શહેરના સુરસાગર કિનારે આવેલા મહારાષ્ટ્રિયન સમાજના ઇષ્ટદેવ એવા મસોબાદાદા તેમજ સાતી આસરાના પૌરાણિક મંદિર ખાતે પૂજન તેમજ ભજનસંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    જેનો હેતુ કોરોનાની મહામારી દૂર થાય તથા સંસ્કારીનગરીના સૌ શહેરીજનો સ્વસ્થ રહે, નિરોગી તથા સુખ શાંતિ સમૃદ્ધિપૂર્ણ રહે તે માટે વારકરી સંપ્રદાય દ્વારા ખાસ ભજનસંધ્યાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિઠ્ઠલ રખુમાઇ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપક શ્રીપત જાધવ તથા તેમનો પરિવાર, સેક્રેટરી રવિ સાળુંકે, અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના પ્રમુખ વિજય જાધવ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Vadodara VMC, Vadodra City, Vadodra Traffic Police

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन