Home /News /madhya-gujarat /Vadodara news: મૌલેશએ એક જ દિવસમાં 21 પેટન્ટ ફાઇલ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

Vadodara news: મૌલેશએ એક જ દિવસમાં 21 પેટન્ટ ફાઇલ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

ફાઈલ

ફાઈલ તસવીર

Vadodara news: વિદ્યા અભ્યાસની સાથે સાથે તેની આવડતનો (Talent) ઉપયોગ કરી એન્જિનિયરિંગ (Engineering) અને મિકેનિકલ (Mechanical) સહિતની વિવિધ પેટન્ટ બનાવી હતી. અગાઉ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં (India Book of Record) એક જ દિવસમાં એક રેકોર્ડ હોલ્ડરે 12 પેટન્ટ ફાઇલ થઇ હોવાનો રેકોર્ડ કર્યો હતો.

વધુ જુઓ ...
    Vadodara news: શહેરના વાઘોડિયા રોડ પર રહેતો મૌલેશ પરીખ હાલ આણંદ ખાતે આવેલ લો કોલેજમાં (Law College) અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે વિદ્યા અભ્યાસની સાથે સાથે તેની આવડતનો (Talent) ઉપયોગ કરી એન્જિનિયરિંગ (Engineering) અને મિકેનિકલ (Mechanical) સહિતની વિવિધ પેટન્ટ બનાવી હતી. અગાઉ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં (India Book of Record) એક જ દિવસમાં એક રેકોર્ડ હોલ્ડરે 12 પેટન્ટ ફાઇલ થઇ હોવાનો રેકોર્ડ કર્યો હતો.

    જ્યારે મૌલેશ નામના વિદ્યાર્થીએ એક જ દિવસમાં 21 પેટન્ટ ફાઇલ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો બીજી તરફ 21 પેટન્ટ ફાઇલ કરવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટીફીકેટ, આઈ કાર્ડ ઉપરાંત ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવતા પરિવારમાં આનંદ જોવા મળ્યો છે. મોટી સફળતા મળ્યા બાદ હવે આગામી દિવસોમાં જો સરકાર દ્વારા સ્ટાર્ટ અપ કરવા માટે યોગ્ય મદદ મળશે, તો કંઈક નવું કરવાની ઇચ્છા દર્શાવી છે.

    આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક video,'મારા ગયા બાદ તારી માતાને હેરાન ન કરતી' લાચાર પિતાનો આપઘાત, શું છે કારણ?

    મૌલેશ પરીખે એક જ દિવસમાં 21 પેટન્ટ ફાઇલ કરી તમામના રેકોર્ડબ્રેક (Record Break) કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવાની સાથે ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવી પરિવાર અને સમગ્ર રાજ્યના ગૌરવમાં વધારો કર્યો છે. તો બીજી તરફ તેની માતા સોનલ પરીખે પુત્રની પ્રગતિ જોઈ હર્ષની લાગણી અનુભવી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, India Book of Record, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन