Home /News /madhya-gujarat /વડોદરામાં સામુહિક આપઘાત: પત્ની, બાળકની હત્યા કરી પતિએ પણ જીવન ટૂંકાવ્યું

વડોદરામાં સામુહિક આપઘાત: પત્ની, બાળકની હત્યા કરી પતિએ પણ જીવન ટૂંકાવ્યું

બાળક અને પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યા

Mass suicide in Vadodara: વડોદરામાં વાઘોડિયા રોડ પર સામુહિક આપઘાત. પત્ની, બાળકની હત્યા કરી પતિની આત્મહત્યા. આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી. બેડરુમની દિવાલ પર લખી સુસાઈડ નોટ

    વડોદરા: શહેરમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના વાઘોડિયા રોડ પર સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. આ ઘટના વડોદરાની દર્શનમ ઉપવન સોસાયટીની હોવાનું જાણવા મળી રહ્યું છે. વાઘોડિયામં પત્ની, બાળકની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. સાથે જ બેડરુમની દિવાલ પર સુસાઈડ નોટ લખી હોવાની વાત જાણવા મળી રહી છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

    આર્થિક સંકળામણના લીધે પરિવારે અંતિમ પગલું ભર્યું

    મળતી માહિતી પ્રમાણે, પહેલા પતિએ તેની પત્ની અને બાળકની હત્યા કરી હતી, જે બાદ પતિએ પોતે આત્મહત્યા કરી દીધી હતી. આર્થિક સંકળામણના લીધે પરિવારે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દેવું વધી જતાં આવું કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા છે, જ્યારે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દેવું વધી જતાં સામુહિક આપઘાતની ઘટના બની હોવાનું ચોક્કસ સામે આવી રહ્યું છે, પરંતુ કોઇ વ્યાજખોરોના ત્રાસને લીધે આ પગલું ભર્યું કે પછી અન્ય કોઇ કારણ જવાબદાર છે, તે સામે આવ્યું નથી. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ પરિવાર બહારથી સુખી સંપન્ન જોવા મળી રહ્યો હતો, પરંતુ અંદરની પરિસ્થિતિ કંઇક અલગ જ હતી. બીજી બાજુ, તપાસ દરમિયાન અનેક જાતની દવાઓ પણ એક રૂમમાંથી મળી આવી છે.


    આ પણ વાંચો: હેવાન પિતાની કબૂલાત: 'અઢી વર્ષથી પત્ની સાથે શારીરિક સંબંધ ન હોવાથી દીકરીને શિકાર બનાવી'

    સુસાઇડ નોટમાં શું લખ્યું છે?

    પુત્રને મળવા આવતાં તેમના ડુપ્લેક્ષની બહારથી પુત્રને ફોન કર્યો હતો. પુત્ર અને પછી વહુએ ફોન ન ઉપાડતાં તેઓ પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં ઉપર જઇને જોતાં તેમના પુત્રની લાશ લટકી રહી હતી. આ જોતાં તેમણે બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. વધુ તપાસ કરતાં તેમની પત્ની અને બાળકની પણ લાશ મળી આવી હતી. આ સાથે જ તેમના બેડરૂમની દિવાલ પર સુસાઇડ નોટમાં લખેલું છે કે, તેઓ પોતે શેર બજારના બિઝનેસમાં સંકળાયેલા હતા. તેને લઇને આવું પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. આર્થિક પરિસ્થિતિના લીધે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Mass Suicide, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन