વડોદરા : પરિણીતાએ યુવાનને લગ્નની લાલચ આપીને 4 લાખથી વધુ રૂપિયા પડાવ્યાં

News18 Gujarati
Updated: September 21, 2019, 12:20 PM IST
વડોદરા : પરિણીતાએ યુવાનને લગ્નની લાલચ આપીને 4 લાખથી  વધુ રૂપિયા પડાવ્યાં
પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં પણ એક યુવાનને પ્રેમજાળમાં ફસાવીને 4.66 લાખથી વધુ રૂપિયા પડાવી પરિણીતા ફરાર થયાની ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યમાં પ્રેમજાળમાં ફસાવીને રૂપિયા પડાવી લેવાની છેતરપિંડીનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. વડોદરામાં પણ એક યુવાનને પ્રેમજાળમાં ફસાવીને 4.66 લાખથી વધુ રૂપિયા પડાવી પરિણીતા ફરાર થયાની ફરિયાદ નોંધાવી છે. આ યુવાનને પરિણીતાને લગ્નની લાલચ આપી હતી. આ ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં મકરપુરા વિસ્તારમાં મહારાષ્ટ્રના જોગેશ બાલકૃષ્ણ કાલગુડે (ઉં.34)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાદરામાં કેળાની વખાર પાસે છીપવાડમાં રહેતી રીન્કુ નરેશભાઇ ગાંધી સાથે સંપર્ક થયો હતો. રિન્કુએ મને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. રિન્કુએ મને વિશ્વાસમાં લઇને તેની દીકરીના શાળામાં પ્રવેશ અને ફી ભરવા માટે પ્રથમ વખત 28,000 બીજી વખત 26,000 રૂપિયા લીધા હતા. આ ઉપરાંત તેણે લગ્નની લાલચ આપીને સોનાની બે બુટ્ટી તેમજ રૂપિયા 64000 પડાવ્યા હતા. આ ઉપરાંત રૂપિયા 40,000ના ચેકો પણ પડાવ્યા હતા. ત્યારબાદ રિન્કુ ગાંધીના સાગરીત નરેશ શિવાભાઇ ગાંધીએ સમયાંતરે 2,98,000 પડાવ્યા હતા. આમ કુલ રૂપિયા 4,66,000 પડાવી લીધા હતા.

આ પણ વાંચો : મસાજ પાર્લર કમ ફ્રેન્ડશીપ ક્લબના નામે નવરંગપુરાની મહિલા છેતરાઈ

યુવકે વધુમાં જણાવ્યું કે રિન્કુ અને નરેશ ગાંધીએ યોજનાબદ્ધ રીતે મારી છેતરપિંડી કરીને રૂપિયા 4,66 લાખ પડાવી લીધા હતા. રિન્કુને અવાર-નવાર લગ્ન કરવા માટે કહેતો હતો ત્યારે તે બહાના બતાવતી હતી. તેના ઉપર શંકા જતા તેના ઘરે ગયો હતો. ત્યારે રિન્કુ અને નરેશ ગાંધીએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : હનીટ્રેપ મામલો: મોબાઈલમાં 1 હજાર ગંદા Video, હાર્ડડિસ્કમાં મોટા નેતાઓના નામ

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે જણાવ્યું છે કે રિન્કુ ગાંધી અને નરેશ ગાંધી પાદરામાંથી ફરાર થઇ ગયા છે. તેઓ બંન્નેની શોધખોળ ચાલી રહી છે.
First published: September 21, 2019, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading