Home /News /madhya-gujarat /Vadodara: મણીબેનના જીવનમાં એવી તે કઈ ઘટના ઘટી  કે આજે હજારો લોકોની પાણીની તરસ છીપાવે છે, જૂઓ Video

Vadodara: મણીબેનના જીવનમાં એવી તે કઈ ઘટના ઘટી  કે આજે હજારો લોકોની પાણીની તરસ છીપાવે છે, જૂઓ Video

X
વકીલો

વકીલો - કર્મચારીઓને જ નહીં પરંતુ આરોપીઓને પણ પાણી પીવડાવવામાં બાકી નથી રાખતા. 

વડોદરાનાં પૂનમબેન ત્રિવેદી મણીમાસી તરીકે જાણીતા બન્યાં છે. મણીમાસી ન્યાયમંદિરમાં બેસી લોકોને પાણી પીવડાવે છે. પિતાનું નિધન થયા બાદ સેવા કાર્યમાં જોડાયા છે. કોઇ પણ પ્રકારનાં ભેદભાવ વિના પાણી પીવડાવે છે.

Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના ન્યાયમંદિર ખાતે વર્ષોથી મણીમાસી લોકોની તરસ છીપાવે છે. મણીમાસીનું ખરું નામ તો પૂનમબેન ત્રિવેદી છે. પરંતુ લોકોના લાડીલા હોવાથી બધા તેમને મણીમાસીના નામથી બોલાવે છે. મણીમાસી જ્યારે 10 વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તો ત્યારથી તેઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે. જુના ન્યાયમંદિરથી લઈને ગોત્રી ખાતે આવેલા નવા ન્યાયમંદિરમાં પણ તેઓ લોકોને પાણી પીવડાવનું પુણ્યનું કાર્ય કરી રહ્યા છે.

પાણી વગરનું તરસ્યું ના રહેવું જોઈએ

મણીમાસીનું કહેવું છે કે, કોઈ પણ માણસ પાણી વગરનું તરસ્યું ના રહેવું જોઈએ. તદુપરાંત ત્યાંના વકીલ પણ આ મણીમાસીને ખૂબ જ સારી રીતે ઓળખે છે અને જ્યારે એમને પાણી પીવું હોય તો આ માસી પાસે જ આવે.

મણીમાસી ખૂબ જ સારા અને દયાળુ છે

વકીલ જલ્પેશ પરમારે જણાવ્યું હતું કે, આ મણીમાસી ખૂબ જ સારા અને દયાળુ છે. દરેકને પાણી પૂરું પાડે છે. તેઓ પાણીના પૈસા નથી લેતા પરંતુ જેની પાસે સગવડ હોય તેઓ પૈસા ચૂકવી દેતા હોય છે.

કોઇ ભેદભાવદ નહી, બધાને પાણી પીવડાવે

પહેલા મણીમાસી ફરી ફરીને લોકોને પાણી પૂરું પડતા હતા. પરંતુ હવે ઉંમર થવાથી તેઓ ચાલી શકતા નથી. તેથી તેઓ ન્યાયમંદિરના એક ખૂણે બેઠા હોય છે અને લોકો ત્યાં એમને શોધતા આવે છે. મણીમાસી ફક્ત વકીલો - કર્મચારીઓને જ નહીં પરંતુ આરોપીઓને પણ પાણી પીવડાવવામાં બાકી નથી રાખતા.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો?શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે?તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો?તો આજે જnidhidave9013@gmail.comપર સંપર્ક કરો.
First published:

Tags: Local 18, Vadodara, Women equality

विज्ञापन