વડોદરાનાં કમાટીબાગમાં પ્રવાસી વાનરનો ફોટો લેવા જતા વાનરે મોબાઇલ ખેંચી લીધો હતો અને પોતાને મોબાઇલ વાપરતા આવડતુ હોય એવો દેખાવ કરવા લાગ્યો હતો. જોકે હાઉસ કીપિંગના જયદીપએ મોબાઇલ પરત અપાવ્યો હતો.
Nidhi Dave, Vadodara: કમાટીબાગમાં રવિવારની રજામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા ત્યારે એક મુલાકતીને વાનરોની ફોટોગ્રાફી કરવી મોંઘી પડી ગઈ હતી. બપોરના સમયે કમાટીબાગના વાંદરા ઘરમાં વાંદરોનો ફોટો પાડવા ગયેલા પરિવારનો ફોન વાંદરો ખેચી જતા રમુજી માહોલ બની ગયો હતો. જોકે કમાટીબાગના હાઉસ કીપિંગના જયદીપ સોલંકીએ વાંદરાને બોલાવીને મોબાઈલ પાછો અપાવ્યો હતો.
શું વાનર પણા સ્માર્ટ બન્યાં?
પાંજરામાં મોબાઇલ સાથે રમી રહેલા બાળ વાનરનાં દ્રશ્યો વડોદરાનાં પ્રખ્યાત કમાટીબાગ ઝુનાં છે. માણસ તો માણસ, હવે વાનરોની નવી પેઢીને પણ મોબાઇલનો ચસ્કો લાગ્યો છે, એવું વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. આ રમુજી વાત થઈ પણ સમયની સાથે સાથે પ્રાણીઓમાં જાણે બદલાવ આવ્યો છે.
પહેલા તો વાંદરાઓ બગીચામાં ફરવા આવેલા લોકોના નાસ્તા, બાળકોના રમકડાં, ચાવી, પર્સ આ બધી વસ્તુઓ લઈ જતા હતાં. પરંતુ હવે તો વાંદરાઓ પણ જાણે સ્માર્ટ થઈ ગયા હોય, એવી રીતે પ્રવાસીઓના મોબાઈલ આંચકી લે છે. એમને મોબાઈલ વાપરતા આવડતું હોય એવો દેખાવ કરતા નજરે ચડ્યા હતાં.