વડોદરા : માતાની હત્યા કરનાર પિતાની ધરપકડ થઈ, નિરાધારા પુત્રની વાલી પોલીસ બની

વડોદરા પોલીસે ભરત દેવીપૂજકની પત્નીની હત્યાના આરોપ સબબ ધરપકડ કર્યા બાદ તેનો આઠ વર્ષનો દિકરો નિરાધાર બન્યો હતો.

News18 Gujarati
Updated: August 13, 2019, 10:22 AM IST
વડોદરા : માતાની હત્યા કરનાર પિતાની ધરપકડ થઈ, નિરાધારા પુત્રની વાલી પોલીસ બની
ઝોન-3ના ACP પાટીલ સાથે ભાવેશ દેવીપૂજક
News18 Gujarati
Updated: August 13, 2019, 10:22 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : વડોદરા શહેરમાં પોલીસે કાયદો અને ફરજથી ઉપર જઈને એક અનોખું કામ કર્યુ છે. સોમવારે પોલીસે પત્નીની હત્યા કરનાર એક શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ થયા બાદ તેનો આઠ વર્ષોનો દિકરો નિરાધાર બન્યો હતો. જોકે, કુદરતે તેનું નસીબ પહેલાંથી જ લખી નાખ્યું હતું. એક માસુમે માતાપિતાની છત્રછાયા ગુમાવી હોવાનો અહેસાસ વડોદરા પોલીસને થતાં તે વાલી બની છે. શહેર પોલીસના ઝોન-3ના એ.સી.પી. એસ.જી. પાટીલ ભાવેશને ઝોન-3ની કચેરીએ લઈ આવ્યા છે. પોલીસે પત્નીની હત્યાના આરોપમાં ભરત દેવીપૂજકની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ તેનો 8 વર્ષનો પુત્ર ભાવેશ નિરાધાર બન્યો હતો. જોકે, પોલીસે ભાવેશના શિક્ષણની જવાબદારી લઈને સકારાત્મક દાખલો પુરો પાડ્યો છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વડોદરા આવૃતિના અહેવાલ મુજબ ઝોન-3 અંતર્ગત આવતા પાણીગેટ પોલીસમથકના સ્ટાફે ભાવેશના શિક્ષણની જવાબદારી ઉઠાવી છે. હાલમાં ભાવેશને પોલીસ કચેરીમાં એક અલાયદો રૂમ ફાળવી દેવામાં આવ્યો છે. એસી.પી. પાટીલે તેને શાળાએ આવવા જવા માટે વાહનની વ્યવસ્થા પણ કરી આપી છે. માતા ગુમાવનાર બાળકની મહિલા પોલીસ માતા બનશે જ્યારે બાકીનો સ્ટાફ તેને જરૂરી તમામ મદદ કરશે.

આ પણ વાંચો :  અમરેલીનો હીરા વેપારી સ્વરૂપવાન મહિલાની જાળમાં ફસાયો અને...

એક અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું છે કે ભાવેશને હાલમાં પોલીસ કચેરી રખાયો છે પરંતુ તેને આ વાતાવરણમાં અનુકૂળ નહીં આવે તો આગામી દિવસોમાં બાળકોની હોસ્ટેલમાં મોકલી આપવામાં આવશે. અહેવાલો મુજબ ભાવેશ દેવીપૂજક જ્યાં સુધી પુખ્ત નહીં થાય ત્યાં સુધી તેની સાર સંભાળનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી પોલીસે લીધી છે.

 
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...