Home /News /madhya-gujarat /Vadodara News: વડોદરા: સગીરાની છેડતી કરનારને ફટકારાઇ પાંચ વર્ષની કેદ, જાણો આખો કિસ્સો

Vadodara News: વડોદરા: સગીરાની છેડતી કરનારને ફટકારાઇ પાંચ વર્ષની કેદ, જાણો આખો કિસ્સો

કોર્ટનો ચુકાદો (પ્રતિકાત્મક તસવીર)

સગીરા સ્કૂલ તેમજ ટ્યુશન જતી હોય ત્યારે પણ તેનો પીછો કરીને વોચ રાખતો હતો. જેમા સાગર રાણાએ સગીરાને ધમકી આપી હતી કે, તે તેની સાથે નહીં બોલે તો જાનથી મારી નાંખશે.

    વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં સગીરાને એક્ટિવા શિખવવાના બહાને બહાર લઇ જઇને છેડતી અને ધમકી આપવા મામલે દોષિત યુવકને પોક્સો કોર્ટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. નોંદનીય છે કે, આ કેસ વર્ષ 2019નો છે.

    આ કેસ અંગે વિસ્તૃત રીતે વાત કરીએ તો, શહેરના ફતેપુરા ગોલ ગોલવાડ વિસ્તારમાં રહેતા સાગર કનૈયાલાલ રાણા નામનો શખ્સ સગીરાને એક્ટિવા શિખવવાના બહાને અકોટા તરફ લઇ ગયો હતો. આ સાથે આ સાગર રાણાએ તેની સાથે શારીરિક છેડતી કરી હતી. ત્યાર બાદ સગીરા સ્કૂલ તેમજ ટ્યુશન જતી હોય ત્યારે પણ તેનો પીછો કરીને વોચ રાખતો હતો. જેમા સાગર રાણાએ સગીરાને ધમકી આપી હતી કે, તે તેની સાથે નહીં બોલે તો જાનથી મારી નાંખશે.

    આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. જે બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI વી.એ.પરમારે આરોપી સાગરની ધરપકડ કરી લીધી હતી. આ સાથે તેની સામે કોર્ટમાં ચાર્જશીટ અને જરૂરી પુરાવા રજૂ કર્યા હતા. આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે દોષિત સાગર રાણાને પાંચ વર્ષની કેદની સજા અને 2500 રૂપિયા દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો ત્રણ મહિનાની વધુ સખત કેદની સજા કરવામાં આવશે.

    આ પણ વાંચો: ગુજરાતમાં હજી આ વિસ્તારોમાં વરસાદની આગાહી

    રાજકોટમાં ચાલુ બસમાં સગીરા સાથે થયુ હતુ દુષ્કર્મ


    રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતી છ સંતાનોની માતાના સૌથી નાનકડા પુત્રને આંચકી ઉપડી હતી. જેથી પોતાના પુત્રની સારવાર માટે પોતાના અન્ય ત્રણ સંતાનોની સાથે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ સમયે તેની 16 વર્ષની સગીર પુત્રી તેમજ 13 વર્ષ અને 10 વર્ષનો દીકરો પણ હાજર હતો. 16 વર્ષની સગીર પુત્રીને એક બાઈક ચાલકે મોબાઈલ રોકડ તેમજ ફરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને સ્લીપર કોચમાં બેસાડી ચોટીલા સુધી ફેરવવાનું બહાનું પણ આપ્યું હતું. બાઈક ચાલકે ગ્રીનલેન્ડ ચોકડી પાસે બાઈક રાખી બસમાં સગીરા સાથે બેસી ગયો હતો. ત્યારબાદ બસમાં ઉપરના સોફામાં સગીરાને બેસાડી તેની પાસે શારીરિક સંબંધની માગણી કરી હતી.

    શારીરિક સંબંધની સામે સગીરાને રૂપિયા 500ની લાલચ પણ આરોપી આપી હતી તેમ છતાં સગીરાએ તેને શારીરિક સંબંધ બાબતે ના પાડી હતી. દરમિયાન આરોપીએ સગીરાના શરીરના નીચેના કપડા ઉતારી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ બસ ઉભી રખાવી હતી અને ત્યારબાદ સગીરા સાથે તે બસમાંથી નીચે ઉતરી ગયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વડોદરા સમાચાર

    विज्ञापन
    विज्ञापन