Home /News /madhya-gujarat /

વડોદરામાં ચાલુ વાહને પેન્ટના ખિસ્સામાં મોબાઇલ બ્લાસ્ટ, સર્જાયો અકસ્માત

વડોદરામાં ચાલુ વાહને પેન્ટના ખિસ્સામાં મોબાઇલ બ્લાસ્ટ, સર્જાયો અકસ્માત

    ફરીદ ખાન, વડોદરા

    હાલના સમયમાં તમામ લોકો પાસે મોબાઇલ પહોંચી ગયો છે. જો કે ટેક્નોલોજી ઘણીવાર નુકશાન કારક પણ બની શકે છે. સમાજમાં પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરામાં ચાલુ વાહને એક વ્યક્તિના પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થયો હતો. ચાલુ વાહને મોબાઇલ બ્લાસ્ટ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરામાં મકરપુરામાં રહેતા વિજય શર્મા નામના વ્યક્તિના પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઇલ ફોનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. મોબાઇલમાં બ્લાસ્ટ થયો એ દરમિયાન વિજય વાહન ચલાવી રહ્યો હતો. જેથી વિજયે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને વાહનનો અકસ્માત સર્જાયો હતો.

    અહીં ક્લિક કરી વાંચોઃ 'મારે તારી સાથે સુવું છે' કહીને રાજકોટની પરિણીતા પર 4 જણે કર્યો ગેંગરેપનો પ્રયાસ

    સમગ્ર ઘટના બાદ લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું જ્યારે તપાસ કરતાં વિજયના પેન્ટના ખિસ્સામાં વિવા વી 9 મોબાઇલ હતો જેમાં બ્લાસ્ટ થયો હતો. અકસ્માતમાં વિજયને ઇજા પહોંચી છે જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે વધુ તપાસ પોલીસ હાથ ધરી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Mobile blast

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन