વડોદરા : યુવક મોબાઇલ ચાર્જ કરતા જોતો હતો ફિલ્મ, કરંટ લાગતા મોત

કામ પરથી આવ્યા બાદ મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો.

News18 Gujarati
Updated: June 6, 2019, 1:57 PM IST
વડોદરા : યુવક મોબાઇલ ચાર્જ કરતા જોતો હતો ફિલ્મ, કરંટ લાગતા મોત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 6, 2019, 1:57 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : વડોદરાનાં પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરનાં મોબાઇલ ચાર્જિંગ કરતા કરતા ફિલ્મ જોતા એક યુવાનનું મોત થતા ચકચાર મચી ગઇ છે. પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં મૂળ યુ.પી.નો વતની 18 વર્ષનો શિવભારતી બાબુ ભારતી એક ભાડાનાં મકાનમાં રહેતો હતો. આ યુવાન પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફર્નિચરનું કામ કરતો હતો. ગઇકાલે મોડી સાંજે કામ પરથી આવ્યા બાદ મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો. અચાનક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે એકાએક ફંગોળાઇ ગયો હતો.

આ બાદ તેની ચીસો સાંભળીને પરિવારનાં અન્ય લોકો અને આસપાસનાં લોકો પણ ત્યાં આવ્યાં હતાં. આ લોકો તેને હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી રહ્યાં હતાં તે જ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેના કારણે પરિવાર અને સ્થાનિકોમાં શોક છવાઇ ગયો છે.

આ પણ વાંચો : વડોદરાઃ વુડાના બે અધિકારીઓ 1.25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

આ મામલે પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ તેના પરિવાર અને મિત્રો સાથે પૂછપરછ કરી રહી છે.

આ પહેલા પણ ઉત્તરાખંડના કોટદ્વારમાં આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 19 વર્ષના એક યુવાનનું કરંટ લાગવાથી મોત થયું હતું. એક યુવકને મોબાઇલ ચાર્જમાં મુકતા સમયે અચાનક કરંટ લાગતા તેને સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો.જો કે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ યુવાન જ્યારે પોતાનો મોબાઇલ ફોન ચાર્જમાં મુકવા ગયો ત્યારે તેનો ચાર્જિગ કેબલ તૂટેલ હોવાથી તેને કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી તે ચીસ પાડવા લાગ્યો ત્યાં પરિવારજનો પહોંચતા તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જો કે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...