Home /News /madhya-gujarat /

વડોદરા: નેતાઓ સાથે ફોટાઓ પાડી રૂઆબ ઝાડતો શખ્સ 50 હજારની ચોરી કરતો રંગેહાથ ઝડપાયો!

વડોદરા: નેતાઓ સાથે ફોટાઓ પાડી રૂઆબ ઝાડતો શખ્સ 50 હજારની ચોરી કરતો રંગેહાથ ઝડપાયો!

ચોરી કરતો શખ્સ

Vadodara news: વડોદરામાં નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે ફોટો પાડી રોફ ઝાડતો એજાઝ કરિયાણાની દુકાનમાંથી 50 હજાર રૂપિયાની ચોરી કરતા ઝડપાયો. પોલીસે સીસીટીવીના આધારે શખ્સની ધરપકડ કરી.

    વડોદરા: લોકો નેતાઓ, પોલીસ અધિકારીઓ કે ચર્ચિત વ્યક્તિએ સાથે ફોટો (Photos) ક્લિક કરવાનો શોખ ધરાવતા હોય છે. જોકે, આમાંથી અમુક આવા લોકો સાથે ફોટો ક્લિક કરીને રૂઆબ ઝાડતા હોય છે. આવી તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને લોકોને તેમના પ્રભાવ હેઠળ લેવાનો પ્રયાસ પણ કરાતો હોય છે. બીજી તરફ તેમના કારનામાં એવા હોય છે કે જાણીને ચોંકી જવાયા. વડોદરા જિલ્લા (Vadodara district)માં આવો જ એક વ્યક્તિ સીસીટીવી (CCTV)માં કેદ થયો છે. આ વ્યક્તિ સીએમ સહિત નેતાઓ સાથે ફોટો ક્લિક કરાવીને રૂઆબ ઝાડતો હતો. જે હવે સીસીટીવીમાં રંગેહાથ ચોરી કરતી ઝડપાયો છે!

    મળતી માહિતી પ્રમાણે વડોદરાના દેલોલ ગામ (Delol village)ની કરિયાણાની દુકાનમાંથી 50 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. વેપારીને શંકા પડતા તેમણે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ દરમિયાન ચોરી કરવા આવેલા શખ્સનું 'પરાક્રમ' સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. વધારે તપાસ કરતા આ શખ્સ અન્ય કોઈ નહીં પરંતુ નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે ફોટો પડી વટ પાડતો એજાઝ હોવાનું માલુમ પડ્યું હતું.

    સીસીટીવીમાં કેદ




    અનેક વખત લોકો નેતાઓ સાથે અંગત સંબંધ હોવાનું કહીને લોકો વચ્ચે પોતાનો વટ પાડતા હોય છે. સીસીટીવીમાં કેદ થયેલા એજાઝે અગાઉ પોલીસના વહીવટાદર તરીકે ઓળખ આપી હતી. સીસીટીવીની તપાસ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં લોકલ ક્રાઇમ બ્રાંચે ચોરી કરનાર એજાઝ ઉર્ફે અગ્ગાની ધરપકડ કરી હતી. પોલીસે એજાઝ પાસેથી ચોરીની રકમ પણ કબજે લીધી હતી.


    કરિયાણાની દુકાનમાં ચોરી


    આ બનાવ કાલોલ તાલુકાના દેલોલ ગામનો છે. અહીં કિંજલભાઈ શાહ (Kinjal Shah) નામના વ્યક્તિ કરિયાણાની દુકાન ધરાવે છે. ગત બુધવારે તેમની દુકાનમાં એક શખ્સ આવ્યો હતો. આ શખ્સે કિંજલભાઈને વાતોમાં પરોવ્યા હતા અને વસ્તુ લેવાનું કહીને તેમની નજર ચૂકવીને ગલ્લમાં પડેલા 50 હજાર રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકી દીધા હતા. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

    આ કેસની તપાસ કરી રહેલી પોલીસે કાલોલના પલાસા ગામ ખાતેથી ચોરી કરનાર એજાઝ ઉર્ફે અગ્ગો ઉર્ફે બોબડો રહેમતીયા શેખની ધરપકડ કરી હતી. પોલીસે આકરી પૂછપરછ કરતા એજાઝે કરિયાણાની દુકાનમાંથી 50 હજાર રૂપિયાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ કેસમાં પોલીસે 50 હજારની રકમ તેમજ ચોરીના ગુનામાં વપરાયેલું સ્કૂટર પણ કબજે લીધું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Vadodara, ગુનો, પોલીસ, સીસીટીવી

    આગામી સમાચાર