કપડાં ધોવાનું લિકવિડ એટલે લોન્ડ્રી લિકવિડ ફક્ત દસ દિવસમાં તૈયાર...
બજારમાં લોન્ડ્રી લિકિવડ અનેક મળે છે. આ લિકિવડ ખુબ જ મોંઘા હોય છે. ત્યારે ઘરે લોન્ડ્રી લિકિવડ બનાવી શકાય છે. તે બનાવવાની રીત પણ સરળ છે અને બજારમાં મળતા લિકિવડ જેવું જ પરિણામ આવે છે.
Nidhi Dave, Vadodara: આજે દરેક વાસ્તુના ભાવ વધી રહ્યા છે. એવી અનેક વસ્તુ છે, જે ઘરે બનાવી શકાય.ઓછા ખર્ચમાં ઘરે બની જાય છે અને પરિણામ બજારમાં મળતી વસ્તુ જેવું જ આવે છે. ઘરે કપડાં ધોવાનું લિકિવડ બનાવી શકાય છે.આપણે અગાઉ બાયો એન્ઝાઇમ એટલે મેજિકલ પ્રોડકટ કેવી રીતે ઘર બેઠા બનાવાયએ જાણ્યું. બાયો એન્ઝાઇમ જો ઘરે બનાવી દીધું હોય તો એમાંથી ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકાય છે. આ બાયો એન્ઝાઇમમાંથી કપડાં ધોવાનું લિકિવડ એટલે લોન્ડ્રી લિકિવડ કેવી રીતે બને એ જાણીએ.
હવેથી ઘરે જ બનાવી શકશો લોન્ડ્રી લિક્વિડ,
બાયો એન્ઝાઇમ બનાવવાની રીત: એક લીટર પાણી, 100 ગ્રામ ગોળ અને 300 ગ્રામ લીંબુને એકરસ કરી દેવું. દરરોજ હવા ચુસ્ત બોટલને એક વાર ખોલી ગેસ કાઢી લેવો. ગેસ નીકળતો બંધ થાય એટલે સમજી લેવું કે બાયો એન્ઝાઇમ તૈયાર.
કપડાં ધોવાનું લિકિવડ બને કેવી રીતે
સામગ્રી: અરીઠા, પાણી અને બાયો એન્ઝાઇમ.
રીત: એક હવા ચુસ્ત બોટલમાં એક વાટકી અરીઠા, બે વાટકી પાણી અને બે વાટકી બાયો એન્ઝાઇમને ભેગું કરવું. ત્યાર બાદ હવા ચુસ્ત બોટલમાં 10 દિવસ સુધી મૂકી દેવું. દરરોજ એક વાર ખોલીને હલાવી દેવું. 10 જ દિવસમાં કપડાં ધોવાનું લિકિવડ તૈયાર. બાદ તૈયાર થયેલા લોન્ડ્રી લિકિવડને ગાળી લેવું અને જે અરીઠા છે એને આપણે બીજી 3 વાર ઉપયોગમાં લઇ શકીશું. જેથી તમામ વસ્તુઓનો ઉપયોગ પણ થઈ જશે અને કશું નકામું પણ નહીં જાય. આ વિશે વધુ જાણકારી મેળવવી હોય તો શાનદાર ગ્રુપના દર્શનાબેન શાહને સંપર્ક કરી શકો છો: 919429111079