આજે આપણે જાણીશું કે, અડદિયા પાક ઘરે કેવી રીતે બનાવી શકાય.
શિયાળાની ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રકારની સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવામાં આવતી હોય છે. જેમાં વસાણા, સાલમપાક, અડદિયા પાક, ગુંદર પાક, મેથીના લાડુ જેવી વસ્તુઓનો સમાવેશ છે. આજે આપણે જાણીશું કે, અડદિયા પાક ઘરે કેવી રીતે બનાવી શકાય.
Nidhi Dave, Vadodara: શિયાળાની ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રકારની સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવામાં આવતી હોય છે. જેમાં વસાણા, સાલમપાક, અડદિયા પાક, ગુંદર પાક, મેથીના લાડુ જેવી વસ્તુઓનો સમાવેશ છે.
આજે આપણે જાણીશું કે, અડદિયા પાક ઘરે કેવી રીતે બનાવી શકાય. વડોદરા શહેરના ગૃહિણી રીમાબેન દવે એ અડદિયા પાકની કેવી રીતે સરળતાથી ઘરે બનાવી શકાય એ જણાવ્યું છે. તો એની સામગ્રી અને રીત નીચે મુજબ છે.
એક મોટા વાસણમાં સૌપ્રથમ ઘી ગરમ કરવું. ત્યારબાદ અડદનો લોટ અને ચણાના લોટને બરાબર હલાવી શેકવો. લોટ જ્યાં સુધી ગુલાબી રંગનો ના થાય ત્યાં સુધી બરાબર શેકવો. બીજા વાસણમાં ખાંડ લેવી, ખાંડ ડૂબે એટલું જ પાણી નાખવું. એને ગરમ કરીને એક તારની ચાસણી બનાવવી.
ત્યારબાદ જો લોટ શેકાઈ ગયો હોય તો એમાં ચાસણી ઉમેરી દેવી. અને બરાબર હલાવવું. ત્યારબાદ એમાં વસાણું, ગુંદર, ઈલાયચી, કેસર, દ્રાક્ષ, બદામ કાજુ વગેરે વસ્તુઓ ઉમેરવી. સતત હલાવતા રહેવું. થોડુંક જાડુ થાય એટલે થાળીમાં પાથરી દેવું.
એ પહેલા થાળીમાં ઘી લગાવી દેવું. થોડીવાર બાદ ઠંડુ પડી ગયા પછી બદામનો ભૂકો ભભરાવી દેવો અને કાપા પાડી દેવા એટલે અડદીયા તૈયાર.