Home /News /madhya-gujarat /

મહીસાગરઃ સંતરામપુરમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, આરોપીઓ ફરાર

મહીસાગરઃ સંતરામપુરમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, આરોપીઓ ફરાર

મહીસાગરઃ સંતરામપુરમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, રૂ.9.40 લાખનો વિદેશી દારૂ જપ્ત.

    મહીસાગરઃ રાજસ્થાન સરહદથી અંદાજિત 20 કિમી દૂર સંતરામપુર બાયપાસ રસ્તા પરથી પસાર થઈ રહેલી ટ્રકને અટકાવી તપાસ કરતાં એમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો છે. ટ્રકમાંથી અંદાજે રૂ.9.40 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

    મળતી વધુ વિગત મુજબ, મળેલી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી રાજસ્થાન સરહદથી અંદાજિત 20 કિમી દૂર સંતરામપુર બાયપાસ રસ્તા પરથી પસાર થઈ રહેલી ટ્રકને અટકાવી હતી. તપાસ દરમિમયાન ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.9.40 લાખ જેટલી થાય છે. ટ્રકની તપાસ દરમિયાન આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ ટ્રક સાથે દારૂને જપ્ત કરી ગુનો નોંધી આગળ તપાસ કરી રહી છે.

    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Foreign liquor, Mahisagar, ગુજરાત

    આગામી સમાચાર