'કપૂર આયોગનાં રિપોર્ટમાં ગાંધીજીની હત્યાનાં ષડયંત્રમાં ગાયકવાડ સહિત 5 રજવાડા હતાં'

News18 Gujarati
Updated: December 22, 2018, 8:53 AM IST
'કપૂર આયોગનાં રિપોર્ટમાં ગાંધીજીની હત્યાનાં ષડયંત્રમાં ગાયકવાડ સહિત 5 રજવાડા હતાં'
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ વડોદરાની મુલાકાત લીધી હતી.

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ વડોદરાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ઘણાં જ સ્ફોટક નિવેદનો આપ્યાં હતાં.

  • Share this:
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગઇકાલે વડોદરાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મહાત્મા ગાંધીની હત્યા અંગે ઘણાં જ સ્ફોટક નિવેદનો આપ્યાં હતાં. નોંધનીય છે કે દુનિયાની સૌપ્રથમ હેરિટેજ મેરેથોન ધ દાંડી સોલ્ટ ચેલેન્જ સાબરમતી આશ્રમથી દાંડી સુધી 12થી 21 માર્ચ દરમિયાન ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાવાની છે. જે અંગે તુષાર ગાંધીએ વડોદરા ખાતે માહિતી આપી હતી.

ગાંધીજીનો વડોદરા સાથેનો સંબંધ

તુષાર ગાંધીએ ગાંધીજીનો વડોદરા સાથેનાં સંબંધ અંગે પણ ઘણી વાતો કરી જેમાં તેમણે કહ્યું કે, ગાંધીજીને વડોદરા સાથે કે ગાયકવાડ સરકાર સાથે કોઇ મતભેદ હતા તેવુ મે વાંચ્યુ નથી. આવી વાત મારા ધ્યાન પર પણ આવી નથી. સાબરમતી આશ્રમ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે કસ્તુરબા અને આશ્રમના અંતેવાસી બહેનોએ વડોદરા રાજ્યમાં જ આશ્રય લીધો હતો.

'ગાંધીજીની હત્યામાં 5 રજવાડા સામેલ'

તુષાર ગાંધીએ આ વાતચીત દરમિયાન એક સ્ફોટક વાત પણ કરી હતી કે 'ગાંધીજીની હત્યાનું કારણ શોધવા માટે રચાયેલા કપૂર આયોગે ગાંધીજીની હત્યાના ષડયંત્રકારોમાં પાંચ રજવાડાના નામ પણ આપ્યા હતા. જેમાંથી એક ગાયકવાડ પણ હતા. ગાયકવાડ ઉપરાંત ગ્વાલિયર, અલવર, ભરતપુર અને કોટાના રજવાડા હતા. જો કે કપુર આયોગના રિપોર્ટ પર આગળ કોઇ કાર્યવાહી નહોતી થઇ એ અલગ વાત છે.'
First published: December 22, 2018, 8:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading