Home /News /madhya-gujarat /

મહારાષ્ટ્ર હિંસાની અસરઃ વડોદરામાં મોડી રાત્રે બસમાં આગ લગાવવાનો પ્રયાસ

મહારાષ્ટ્ર હિંસાની અસરઃ વડોદરામાં મોડી રાત્રે બસમાં આગ લગાવવાનો પ્રયાસ

પૂતળા દહન સાથે બસમાં તોડફોડનો પ્રયાસ કરાયો

ગઈકાલે બુધવારે ગુજરાતમાં ક્યાંક છૂટાછવાયા હિંસાના બનવો બન્યા હોવાનું સામે આવ્યું છે.

વડોદરાઃ મહારાષ્ટ્રમાં દલિત સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધ અને બાદમાં થયેલી હિંસાની અસર ગુજરાત સુધી પહોંચી છે. ગઈકાલે બુધવારે ગુજરાતમાં ક્યાંક છૂટાછવાયા હિંસાના બનવો બન્યા હોવાનું સામે આવ્યું છે. ધોરાજીમાં એસટી બસને સળગાવવામાં આવી હતી. તો વડોદારામાં પણ મોડી રાત્રે હિંસાની અસર જોવા મળી હતી. અહીં એક બસને આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વીટકોસ બસમાં આગ ચાંપવાનો પ્રયાસ

વડોદરામાં પૂણેના કોરીગાંવ હિંસાની અસર જોવા મળી હતી. મોડી રાત્રે સયાજીગંજ ડેરી ડેમ પાસે એક બસને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં વીટકોસની એક બસમાં જલદ પ્રવાહી ભરેલી બોટલ ફેંકવામાં આવી હતી. બોટલ ફેંકવાને કારણે બસનો કાચ તૂટી ગયો હતો.

પૂતળા દહન

બીજી તરફ શહેરના સયાજીગંજ વિસ્તારમાં દલિતો દ્વારા પુણેની હિંસાના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વીટકોસની બસમાં તોડફોડ અને પૂતળા દહનને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
First published:

Tags: Dalit, Dalit protest, Gujarat riot, Maharashtra riot, Vadodara bus burn

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन