વડોદરાનાં લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાજાએ શસ્ત્ર પૂજા કરી

News18 Gujarati
Updated: October 8, 2019, 3:45 PM IST
વડોદરાનાં લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાજાએ શસ્ત્ર પૂજા કરી
પેલેસનાં ગાદી હોલમાં શસ્ત્ર પૂજા કરી હતી.

પેલેસનાં ગાદી હોલમાં રાજપુરોહિતએ મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પરિવાર સાથે શસ્ત્ર પૂજા કરી હતી.

  • Share this:
ફરીદખાન પઠાણ, વડોદરા : વડોદરામાં (Vadodara) દશેરા (Dussehra) નિમિત્તે લક્ષ્મી વિલાસ પેલેસમાં (Lakshmi Vilas Palace) મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે શસ્ત્ર પૂજા કરી. પેલેસનાં ગાદી હોલમાં રાજપુરોહિતએ મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પરિવાર સાથે શસ્ત્ર પૂજા કરી હતી.

આ નિમિત્તે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાત કરી હતી. જેમા તેમણે દેશવાસીઓને દશેરા પર્વની શુભકામના પાઠવતા કહ્યું કે, વર્ષો પહેલા મહારાજા પોતાના પ્રજાની સેવા કરવા તેમજ દુશ્મનોથી લડવા શસ્ત્રોની પૂજા કરતા હતા. તે પરંપરા હજી પણ વડોદરાનાં લક્ષ્મી વિલાસ પેલેસમાં અમે જાળવી રાખી છે. પેલેસમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા, ત્યારબાદ ચામુંડા માતાની પૂજા કરવામાં આવી. સાથે જ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે રાજવી પરિવારના શસ્ત્રાગાર હોલમાં જઈ પૂજા અર્ચના કરી.

આ પણ વાંચો : ગુજરાતનો એક કિ.મી. એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પોટલી મળતી ન હોય : શંકરસિંહ વાઘેલા

ગાયકવાડ રાજવી પરિવારના રાજ પુરોહિત ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શસ્ત્ર પૂજાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. ધાર્મિક રીતે પણ એક મહત્વ છે ત્યારે રાજવી પરિવારનાં રાજપુરોહિત દ્વારા મંત્રોચાર કરી શસ્ત્ર પૂજા વિધિ કરવામાં આવી હતી. શસ્ત્ર એ જીવન રક્ષા માટેનું હથિયાર છે અને રાજાઓ પોતાની રૈયત અને પ્રેજાની રક્ષા એ ધર્મ સમજવામાં આવે છે જે પરંપરા આજે પણ યથાવત છે.

આ પણ વાંચો : શું તમારે PUC સેન્ટર ખોલવું છે? જાણી લો ગુજરાત સરકારનાં નવા અને સરળ નિયમો

મહત્વનું છે કે પરંપરાગત રીતે મનાવાતા આ પર્વની આજે શહેરીજનોએ આનંદ-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. નવા ટુ વ્હીલર્સ અને કારની ખરીદી માટે પણ ઓટોમોબાઇલ શો-રૂમ ખાતે લોકોનો ભારે ધસારો રહ્યો હતો. આ સાથે વહેલી સવારથી ફાફડા જલેબીની દુકાનોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી.
First published: October 8, 2019, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading