વડોદરા થી વારણસીની નવી ટ્રેનમાં કેવી મળશે સુવિધા જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 11:13 AM IST
વડોદરા થી વારણસીની નવી ટ્રેનમાં કેવી મળશે સુવિધા જાણો
વડોદરાથી વારાણસી વચ્ચે નવી સુપરફાસ્ટ ટ્રેન 'મહામના' શરૂ થવના જઈ રહી છે. સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેન વડોદરા યાર્ડમાં આવી પહોંચી હતી. ટ્રેનનું સમગ્ર ઈન્ટિરિયર વડોદરાની કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોવાથી ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. મહામના તેના વિશિષ્ટ કલરથી ઓળખાય છે. તેની અંદરની સુવિધામાં જનરલ કોચથી એસી કોચ સુધી તમામમાં ધર મૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 11:13 AM IST
વડોદરાથી વારાણસી વચ્ચે નવી સુપરફાસ્ટ ટ્રેન 'મહામના' શરૂ થવના જઈ રહી છે. સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેન વડોદરા યાર્ડમાં આવી પહોંચી હતી. ટ્રેનનું સમગ્ર ઈન્ટિરિયર વડોદરાની કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોવાથી ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. મહામના તેના વિશિષ્ટ કલરથી ઓળખાય છે. તેની અંદરની સુવિધામાં જનરલ કોચથી એસી કોચ સુધી તમામમાં ધર મૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે.

વેસ્ટર્ન રેલ્વે ડિવિજનની વડોદરાથી વારાણસી એટલે નોર્થ ઇસ્ટ રેલ્વે ડિવિજન માં જતી પેહલી આગવી ટ્રેન બની રહેશે. જો કે ટુક સમયમાં આ મહામના સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનું સમયપત્રક અને અઠવાડિયામાં એક દિવસ માંટે ચાલનારી ટ્રેન ને સત્તાવાર પ્રાંરભ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ટ્રેનમાં એક ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી,બે કપલ કોચ, આઠ નોન એસી સેકન્ડ ક્લાસ અને બે જનરલ કોચ છે. વડોદરાના 500 મુસાફરોને ટ્રેનનો લાભ મળશે. ભોપાલ ખાત તૈયાર કરાયેલી નવી ટ્રેન રવિવારે વડોદરા નવાયાર્ડ આવી હતી.

'મહામના' ટ્રેનની વિશેષતાઓ 

-એસી કોચમાં પડદાને બદલે સ્વિચ ઓપરેટેડ વિન્ડો
- બાથરૂમમાં ખાસ ડિઝાઇન, સીલિંગ શાવર ,બેબી સીટ
- સેકન્ડ ક્લાસમાં ટોઇલેટમાં દુર્ગંધ આવે તેમાટે પર્ફ્યુમ
- સિનિયર સિટિઝન માટે ઉપરની સીટ પર ચઢવા ખાસ લેડર
- એલઇડી ડિસ્પ્લે, રીડિંગ માટે દરેક સીટમાં લેમ્પ
- ટોઈલેટમાં કોઇ હોય તો તે અંગે રેડઇન્ડિકેટર
- સાઇડ વિન્ડો સીટ બેક પેઈન થાય તેવી વિશેષ
- જનરલ કોચમાં કુશનવાળી સીટ
- આખી ટ્રેનમાં દરેક સીટ પાસે મોબાઇલ ચાર્જર
- બ્લાઇન્ડ માટે બ્રેઇલ લિપિનાં સ્ટિકર્સ
- સ્ટેનલેસ સ્ટીલની ગ્રિલ અને અન્ય વપરાશ જનરલ કોચમાં

પ્રતિકાત્મક તસવીર
First published: June 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर