Home /News /madhya-gujarat /દબંગની દબંગીરી યથાવત, કહ્યું - ‘મને કોઈ નોટિસ મળી નથી, હું ચૂંટણીપંચને જવાબ આપવા તૈયાર’

દબંગની દબંગીરી યથાવત, કહ્યું - ‘મને કોઈ નોટિસ મળી નથી, હું ચૂંટણીપંચને જવાબ આપવા તૈયાર’

મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન

Madhu Srivastav: દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે, ‘મે કોઈ વ્યક્તિ કે પક્ષને ધ્યાનમાં રાખીને કોઈ નિવેદન આપ્યું નથી, મે જે પણ કહ્યું છે તે મારા કાર્યકર્તાઓ માટે કહ્યું છે. જો નોટીસ મળશે તો હું તેનો જવાબ આપવા માટે તૈયાર છું. ’

વધુ જુઓ ...
    વડોદરા: વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવના વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. તેના પર દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે, ‘મે કોઈ વ્યક્તિ કે પક્ષને ધ્યાનમાં રાખીને કોઈ નિવેદન આપ્યું નથી, મે જે પણ કહ્યું છે તે મારા કાર્યકર્તાઓ માટે કહ્યું છે. આ સાથે ચૂંટણીપંચ દ્વારા મને કોઈ નોટિસ આપવામાં આવી નથી, જો નોટીસ મળશે તો હું તેનો જવાબ આપવા માટે તૈયાર છું. મે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે કોઈ વ્યક્તિ માટે વાત કરી નથી.’

    મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું


    ઉલ્લેખનીય છે કે, આ મધુ શ્રીવાસ્તવના વિવાદિત નિવેદન મામલે ચૂંટણીપંચે રિપોર્ટ પણ માંગ્યો છે, પરંતુ મધુ શ્રીવાસ્તવાના કહેવા પ્રમાણે તેમને કોઈ નોટિસ મળી નથી. તેમણે કહ્યં છે કે, મને મને કોઈ નોટિસ મળી નથી, નોટિસ મળશે તો જવાબ આપીશ. મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે અને ભાજપના નામે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી કરી પરંતુ મેન્ડેટ ન મળ્યું હતુ તે છતાં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. ત્યારે આજે ફોર્મ ચકાસણીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ તેવું નિવેદન આપ્યું હતું.

    આ પણ વાંચો: મધુ શ્રીવાસ્ત્વની મુશ્કેલીઓ વધી, આચાર સંહિતા ભંગની થઇ શકે છે કાર્યવાહી

    ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં


    જેને કારણે, મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. આ મામલે ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો છે. આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે કે કેમ તેનો અહેવાલ આપવા આદેશ કરવામાં આવ્યો છે. આથી અહેવાલ બાદ મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગ અંગેની કાર્યવાહી થઈ શકે છે. નોંધનીય છે કે, મધુ શ્રીવાસ્તવે વિવાદાસ્પદ નિવેદન આપતા ચૂંટણી પંચ એકશન લઇ શકે છે. તેમણે ગઇકાલે કાર્યકર્તાઓ સામે જણાવ્યુ હતુ કે, મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ.

    આ પણ વાંચો: વિરમગામ બેઠક ફરી એકવાર ચર્ચામાં, એક નિવૃત સૈનિક હાર્દિક પટેલને આપશે સીધી ટક્કર

    ભાષણને કારણે, વિરોધના સૂર ઉઠ્યા


    આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, હું જ્યારે મેદાનમાં નીકળ્યો હોય ને ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈ તમને ધમકી આપશે. પણ તમે ડરતા નહીં. વાઘોડિયા અને વાઘોડિયા તાલુકામાં જે ગેરકાયદે મકાનો છે એને હું કાયદેસર કરી આપીશ, એ મારું વચન છે. તેમના આ ભાષણને કારણે, વિરોધના સૂર ઉઠ્યા હતા. બીજી બાજુ, મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. આ મામલે ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો હતો. આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે કે કેમ, તેનો અહેવાલ આપવા આદેશ કરવામાં આવ્યો છે. આથી અહેવાલ બાદ મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગ અંગેની કાર્યવાહી થઈ શકે છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Madhu shrivastav

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन