નિધિ દવે, વડોદરા: "મન હોય તો માંડવે જવાય", આ કહેવત કે જે લોકો મન મક્કમ કરીને, નિષ્ફળતાનો ડર રાખ્યા વગર મજબૂત ઇરાદા સાથે મેદાનમાં કૂદી પડતા હોય છે અને સફળતા હાંસિલ થતી હોય છે. આવું જ એક ઉદાહરણ વડોદરાનું છે. મિલ્ટન ડેનિયલ કે જેઓ એક એન્જીનિયર હોવા છતાં પણ એક સાઉથ ઇન્ડિયનની લારી શરૂ કરી પોતાનો બિઝનેસ જમાવ્યો. હાલમાં તેમની એક મોટી રેસ્ટોરન્ટ છે. તો આવો જાણીએ એમની સફળતાના સ્વાદને.
મિલ્ટન ડેનિયલ કે જેમણે સફળતાનો સ્વાદ ચાખ્યો છે. ત્રણ દાયકા પહેલા તેમણે એક મામૂલી સાઉથ ઇન્ડિયનની લારી શરૂ કરેલ. અને એ લારી પર સૌ પ્રથમ તેમને 18 રૂપિયાનો વકરો થયો હતો. તેમના પત્ની મીનાક્ષીબેનના સહકારથી તેમણે આ સાઉથ ઇન્ડિયન લારીને જમાવી દીધી. આ સાઉથ ઇન્ડિયનની લારી કે જે શહેરના પ્રખ્યાત કમાટીબાગ ખાતે સ્થિત છે. જેમાં શરૂઆતમાં ફક્ત ચાર વાનગીઓથી શરૂ કરવામાં આવેલ હતું. પરંતુ વડોદરાવાસીઓને અહીંનો સ્વાદ એટલો બધો ગમી ગયો કે 36 વર્ષ બાદ પણ ગ્રાહકો અહીં જમવા આવે જ છે.
કહેવાય છે કે, એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો સાથ હોય છે. તે વાત અહીં સિદ્ધ થયેલ છે. મિનાક્ષીબેન, જેઓ મિલ્ટન ડેનિયલના પત્ની છે. તેમને આ સ્વાદને જાળવી આટલા વર્ષોથી જાળવી રાખ્યો છે. અહીં બનાવવમાં આવતી તમામ વાનગીઓમાં તેમના જાતે બનાવેલા મસાલા ઉમેરવામાં આવે છે. જેના કારણે 100% સાઉથ ઈન્ડિયન વાનગીનો સ્વાદ લોકોને મળી રહે છે. તદુપરાંત આ એક જ એવું સ્થળ છે જ્યાં 2 પ્રકારના સાંભાર આપવામાં આવે છે. આ સાંભારનો સ્વાદ ચાખવા માટે તો રૂબરૂ અહીં મુલાકાત લેવી પડે.
હાલમાં મિલ્ટન ડેનિયલની અકોટા ખાતે ખૂબ જ મોટી રેસ્ટોરન્ટ છે. 36 વર્ષના અથાક પરિશ્રમ બાદ એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરેલ છે. આ રેસ્ટોરન્ટ એમના બે દીકરાઓ રિચાર્ડ ડેનિયલ અને ઓનીલ ડેનિયલ સંભાળે છે. રેસ્ટોરન્ટ "સાઉથ કોર્નર" જે આપણને હૂબહૂ સાઉથ ઇન્ડિયાનો અનુભવ કરાવે છે. નાનામાં નાની વસ્તુઓનું અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે. સાઉથ ઇન્ડિયામાં જેવી રીતની સજાવટ હોય છે તથા કેળના પાનમાં જમવાનું હોય છે, તે જ પ્રકારે અહીં તમામ સાઉથની પ્રસ્તુતી કરવાના આવેલ છે.
સાઉથ કોર્નરમાં 250 થી 300 જાતની સાઉથની વાનગીઓ મળે છે. જેમાં 50થી વધું જાતના તો ઢોસા જ મળે છે. તથા બીજી અનેક પ્રકારની વાનગીઓ જેમકે, રસમ, મેદુ વડા, કંચિપુરામ ઈડલી, મલબાર કોરમા, કેરલા કરી, અન્નમ, મલબાર પરાઠા, અપ્પમ, વગેરે. આ તમામ વાનગીઓ એક વાર ખાધા પછી તો આંગળીઓ ચાટતા રહી જશો, એવો ચસકો લાગી જાય છે. સાઉથ કોર્નરમાં જાણીતા કલાકારો પણ આવ્યા છે. જેમકે, ગુજરાતી કલાકાર મલ્હાર ઠક્કર, મિત્ર ગઢવી, ક્રિકેટર નયન મોગિયા, કિરણ મોરે, ઈરફાન પઠાણ, વગેરે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર