Home /News /madhya-gujarat /

સંતાનની લાલસા! સુરતમાં પાડોશીના છ માસના બાળકનું અપહરણ કરનાર નિઃસંતાન દંપતી વડોદરામાંથી પકડાયું

સંતાનની લાલસા! સુરતમાં પાડોશીના છ માસના બાળકનું અપહરણ કરનાર નિઃસંતાન દંપતી વડોદરામાંથી પકડાયું

પકડાયેલા દંપતીની તસવીર

સુરત ખાતે રહેતા મુળ ઉત્તર પ્રદેશના નિઃસંતાન દંપતીએ પાડોશીના 6 માસના બાળકનુ અપહરણ કર્યું હોવાની ફરિયાદ સુરતના સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

  વડોદરાઃ લોકડાઉન દરમિયાન પોતાના વતન માટે પરવાનગી મળતાજ અટવાઈ ગયેલા અનેક પરિવારો પોતાના વતન જઈ રહ્યા છે. ત્યારે સુરતના (surat) સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક છ માસના માસૂમ ભૂલકાનું અપહરણ (Kidnapping) કરી ઉત્તર પ્રદેશ ભાગી જતા દંપતીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે (vadodara crime branch) ઝડપી પાડી બાળકને સહી સલામત કબ્જે લીધું છે.

  મળતી માહિતી પ્રમાણે સુરત ખાતે રહેતા મુળ ઉત્તર પ્રદેશના નિઃસંતાન દંપતીએ પાડોશીના 6 માસના બાળકનુ અપહરણ કર્યું હોવાની ફરિયાદ સુરતના સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. અપહરણકર્તા દંપતી ઉત્તર પ્રદેશ તરફ ભાગી જવા વડોદરા તરફ જઈ રાહ્યની પોલીસને બાતમી મળતા વડોદરા પોલીસ સતર્ક થઇ ગઈ હતી. અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ગોલ્ડન ચોકડી બ્રીજ નિચેથી નિઃસંતાન દંપતીને અપહરણ કરાયેલા બાળક સાથે પકડી પાડ્યું હતુ.

  આ પણ વાંચોઃ-લોકડાઉન! ગુજરાતમાંથી પરપ્રાંતિઓને લઈને બે ટ્રેનો UP અને ઓડિસા જવા માટે રવાના

  મૂળ ઉત્તર પ્રદેશ ના શ્રમજીવી દંપતી સુરતની સચીન જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી માટે આવ્યા હતા. ઉત્તર પ્રદેશના (uttar pradesh) ફતેપુરા ખાતે રહેતો અમિત પાલ અને તેની પત્ની અનિતા સુરતમાં પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. દંપતીને કોઈ સંતાન ન હતું હાલ લોકડાઉનનો સમય છે. ત્યારે નિઃસંતાન દંપતીએ તપાડોશમાં રહેતા સાથે કર્મીના 6 માસના બાળકનું અપહરણ કરી ઉત્તર પ્રદેશ ભાગી જવાનો પ્લાન ઘડ્યો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવામાં ગુજરાતમાં ચોથા ક્રમે, 5 વ્યક્તિઓને મળ્યા એલર્ટ મેસેજ

  દરમિયાન રાજ્યામાં ફસાયેલા પરપ્રાંતિઓને પરત તેમના વતન મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી અનિતા પાલ ગત રોજ બપોરના સમયે પાડોશમાં રહેતા અંશુબહેન કેવટના ઘરે પહોંચી હતી. જોકે અંશુબહેન ઘરમાં સુઇ રહ્યાં હતા. અને તેમની નાની બહેન 6 માસના સુવાડી રહીં હતી. તેવામાં તક જોઇ અનિતાએ બાળકનું અપહરણ કરી ભાગી છૂટ્યા હતા. જોકે બાળકની માતા થોડા કલાક પછી આવતા ઝૂલામાં બાળકને ન જોતા ચોંકી ઉઠ્યા અને ત્યાં હાજર નાની બહેનને પૂછતાં ખબર પડી કે બાળકને અનિતા આંટી બિસ્કિટ અપાવવા લઇ ગયા છે, માતા પિતાએ બાળકની આસપાસ શોધ કરી અનિતાના ઘરે તપાસ કરતા અનિતાના ઘરે તાળું જોવા મળ્યું હતું અને આખરે સચિન જીઆઇડીસીમાં બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચોઃ-સરકારી કર્મચારીઓ માટે નવું ફરમાન! ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે 'આરોગ્ય સેતુ' એપ

  અપહરણની ફરીયાદ ના આધારે સુરત પોલીસે વડોદરા પોલીસનો સંપર્ક કરી તમામ માહિતી આપી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય થઇ ઉત્તર પ્રદેશ જવા માટે વાહનની વ્યવસ્થામાં શ્રમજીવીઓ વડોદરાના ગોલ્ડન ચોકડી એકત્રિત ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ઉત્તર પ્રદેશ જવા નિકળેલા ગોલ્ડ ચોકડી વિસ્તારમાં તપાસ કરી સુરતથી બાળકનું અપહરણ કરી ભાગતા દંપતીની શોધખોળ આદરી હતી. તેવામાં ગોલ્ડન ચોકડી બ્રીજ નિચે પુઠ્ઠા પર સુવડાવેલા બાળક પર ક્રાઇમ બ્રાન્ચની ટીમની નજર પડી હતી.

  ક્રાઇમ બ્રાન્ચની ટીમે 6 માસના બાળક સાથે નિઃસંતાન દંપતીને દબોચી લીધુ હતુ. અપહરણકરતા નિઃસંતાન દંપતી અનિતા અને અમિતની ક્રાઇમ બ્રાન્ચે પુછતાછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે, અનિતાએ બે વખત બાળકોને જન્મ આપ્યો અને તેઓ મૃત્યુ પામ્યા હતા. બાળકો ન થતાં અમે પાડોશમાં રહેતા સાથી કર્મીના 6 માસના બાળકનુ અપહરણ કરી ઉત્તર પ્રદેશ ભાગી જવાનો પ્લાન ઘડ્યો હતો.
  Published by:ankit patel
  First published:

  Tags: Couple, Kidnapping, ગુજરાત, સુરત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन