Home /News /madhya-gujarat /

વડોદરા : લવ જેહાદના નવા કાયદા બાદ પ્રથમ કેસ, મુસ્લિમ યુવકે માર્ટીન નામ આપી ધર્મપરિવર્ત કરાવ્યું, દુષ્કર્મનો આક્ષેપ

વડોદરા : લવ જેહાદના નવા કાયદા બાદ પ્રથમ કેસ, મુસ્લિમ યુવકે માર્ટીન નામ આપી ધર્મપરિવર્ત કરાવ્યું, દુષ્કર્મનો આક્ષેપ

પોલીસે આ મામલે યુવકની અટક કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

Love Jihad : યુવતીના નગ્ન ફોટોગ્રાફ પાડી તેને બ્લેકમેલ કરી તેની સાથે શારિરીક સંબંધ બાંધી ગર્ભપાત કરાવ્યો હતો. જબદરસ્તી નિકાહ પઢાવી અને ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનો પણ આક્ષેપ

    વડોદરા : ગુજરાત રાજ્યમાં ધર્મ સ્વતંત્રા સુધારા (Love Jihad) અધિનિયમ લાગુ થયાના ત્રણ દિવસોમાં જ રાજ્યના વડોદરા (vadodara) શહેરમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં લવ જિહાદનો પ્રથમ કેસ (Love Jihad case) નોંધાયો છે. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેની સાથે જબરદસ્તી સંબંધ બાંધી બળજબરીપૂર્વક તેની સાથે નિકાહ (Nikah) પઢ્યા હતા. ત્યારબાદ મારઝૂડ પણ કરી હતી અને જાતિવિષક શબ્દો પણ બોલતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વિધર્મી યુવાનો દ્વારા બહેલાવી ફોસલાવીને ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો નોંધાતા કાયદો બનાવવાની માંગ ઉઠી હતી.

    દર્ભવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પણ લવજેહાદના કેસો અટકાવવા માટે નિયમો ઘડવા જોઇએ તેવી માંગ કરી હતી. આખરે રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021 નો કાયદો ઘડ્યો હતો. અને તાજેતરમાં જ નવો કાયદો રાજ્યભરમાં 15 જુનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કરાયાના ત્રણ દિવસમાં જ વડોદરા પ્રથમ કેસ નોંધાયો હતો.



    આ પણ વાંચો : મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂકની Viral Audio ક્લિપ, 'તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ...'

    બનાવની વિગતો એવી છે કે કેસ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હિંદુ યુવતીએ સમીર અબ્દુલ કુરેશી નામના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ યુવકે માર્ટીન સેમ નામ ધારણ કરી અને હિંદુ યુવતી સાથે મિત્રતા ધારણ કરી છે. ત્યારબાદ તેણે યુવતી સાથે બળજબરીપૂર્વક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યુ હતું અને યુવતીને જાણ બહાર તેની નગ્ન તસવીરો લીધી હતી.

    ત્યારબાદ આ યુવકે યુવતીના નગ્ન તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળજબરીપૂર્વના સંબંધ બાંધ્યા હતા. દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી થઈ હતી. યુવતીને પાંચ મહિનાનો ગર્ભ પણ રહી ગયો હતો. યુવકે તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.

    જોકે, આ સમગ્ર ઘટનારક્રમ બાદ યુવતીની પોલીસ ફરિયાદ મુજબ યુવક તેને કલ્યાણનગર ગોસીયા મસ્જિદ ખાતે લઈ ગયો હતો અને તેનું હિંદુ નામ રાખવાના બદલે મુસ્લિમ નામ રખાવી અને બળજબરીપૂર્વક નિકાહ કરાવ્યા હતા અને યુવતીનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ યુવતીને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવ્યું હતું તથા તેના માતાપિતાને જાતિ વિષયક ગાળો આપીને તેની સાથે મેરેજ રજિસ્ટર કરાવ્યા હતા.

    આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

    આ અંગે વડોદરાના ડીસીપી ઝોન 2 વાળાએ જણાવ્યું કે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ધર્મ સ્વાતંત્ર સુધારણા અધિનિયમ, એટ્રોસિટી અને દુષ્કર્મનો કેસ નોંધાયો છે. આ યુવકે તેની ઓળખ છુપાવી અને યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરી અને અવારનવાર સંબંધ બાંધ્યો હતો. યુવક યુવતીને મુસ્લિમ ધર્મ જબરદસ્તી પાલન કરાવે છે. ત્યારબાદ તે જાતિ વિષયકના અપશબ્દો બોલવામાં આવ્યા હતા. તેને કહેતો હતો કે ચાંદલો કરવાનો નહીં અને તારે તારો ધર્મ પણ પાળવાનો નહીં આમ આ મામલે વડોદરા શહેરમાં આ ધર્મસુધારણા અધિનિયમ અંતર્ગત આ પ્રથમ કેસ નોંધાયો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Crime news, Latest News, Love jihad News, Vadodara news, Vadodara POLICE, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन