Home /News /madhya-gujarat /

વડોદરા: વિદ્યાર્થિની પર વિધર્મી યુવકનું દુષ્કર્મ, પ્રેમ સંબંધનો ગેરફાયદો ઉઠાવી સંબંધ બાંધવા મજબૂર કરી

વડોદરા: વિદ્યાર્થિની પર વિધર્મી યુવકનું દુષ્કર્મ, પ્રેમ સંબંધનો ગેરફાયદો ઉઠાવી સંબંધ બાંધવા મજબૂર કરી

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

Vadodara News: વડોદરા શહેરમાં ફરી એક વખત લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. એમ.કોમ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેના કોલેજ મિત્રએ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું.

    વડોદરા: યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. વડોદરામાં તાજેતરમાં એક વિધર્મી યુવકે કરોડપતિ બિલ્ડરની પુત્રીની જિંદગી ઝેર કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ જ કડીમાં હવે વડોદરામાં એક વિધર્મી યુવકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ (Vadodara rape case) આચર્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ કેસમાં પોલીસ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં યુવતી એમ.કોમનો અભ્યાસ (M.Com student) કરી રહી છે જ્યારે આરોપી યુવક સીએ (CA student)નો અભ્યાસ કરી રહ્યો છે.

    કૉલેજમાં પ્રેમ પ્રાંગર્યો હતો


    આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી અને આરોપી યુવક કૉલેજ વખતના મિત્રો છે. બંને વચ્ચે કોલેજમાં અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયા હતા. મે-2022 દરમિયાન યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે ફરિયાદ થતા પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે. પોલીસ તપાસ પ્રમાણે યુવક અને યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા.

    ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું


    પોલીસ ફરિયાદ પ્રમાણે આરોપી યુવકે પ્રેમ સંબંધનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ગત માર્ચથી મે મહિના દરમિયાન આરોપી યુવક યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ફોટો અને વીડિયો વાયરલ થઈ જવાના ડરે યુવતી ખૂબ ડરી ગઈ હતી. જોકે, સતત ધમકીઓથી કંટાળીને યુવતીએ આખરે આ મામલે પરિવારને જાણ કરી હતી. બાદમાં પરિવારની મદદથી યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે કરજણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો: સંબંધમાં છે ભાઈ-બહેન, હવે બન્યા પતિ-પત્ની

    વિધર્મી યુવાને યુવતીને શરીર પર બ્લેડના 500થી વધારે ઘા મારવા મજબૂર કરી


    વડોદરા શહેરમાં તાજેતરમાં બનેલા એક કિસ્સાએ ખૂબ ચર્ચા જગાવી હતી. જેમાં 10 પાસ વિધર્મી યુવક સેલ્વિન પરમારે એમ.એસ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને એ હદે બ્લેકમેઇલ કરી કે, તે ડિપ્રેશનનો શિકાર બની ગઇ હતી. યુવકે યુવતીને વર્ષ 2019માં ફસાવી હતી. તેણે અંગત પળોનો વીડિયો બનાવીને યુવતીને શરીર પર બ્લેડના 500 જેટલા ઘા મારવા મજબૂર કરી હતી. જે બાદ આ યુવક યુવતીને સપ્ટેમ્બર 2019માં ભગાડી પણ ગયો હતો. તેણે આણંદ જઇને યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

    પરિવારે દીકરીને પાછી લાવવા માટે પોલીસની મદદ લીધી હતી અને પોલીસકર્મીઓ પણ યુવાન સાથે મળેલા હોવાના જણાયું હતુ. આ સાથે પોલીસકર્મીઓએ લાંચ પણ માંગી હતી. હાલ આ યુવતી અમેરિકામાં સેટલ થઇ છે. ત્યારે પરિવારે અન્ય લોકો સાથે આવો અમાનુષી અત્યાચાર ન થાય તે માટે સામે આવ્યા છે. હવે, આ અંગે યુવતીના ચેટિંગના આધીરે ફરિયાદ નોંધાતા છાણી પોલીસે સેલ્વિનની અટકાયત કરી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Vadodara, ગુનો, છાત્ર, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन