દેવાધિદેવ મહાદેવનો નંદી ( પોઠીયો ) દૂધ અને જળ પીતો હોવાની વાત સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. જેને પગલે કુતુહલવશ ભક્તો શિવાલયોમાં દોડી ગયા હતા. જ્યાં, નંદીને ચમચી વડે દૂધ અને જળ પીવડાવવાનો સિલસિલો જારી રાખતા શિવાલયોમાં ભક્તોની ભિડ બરકરાર રહી હતી.
વડોદરા: દેવાધિદેવ મહાદેવનો નંદી ( પોઠીયો ) દૂધ અને જળ પીતો હોવાની વાત સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ (Viral) થઇ હતી. જેને પગલે કુતુહલવશ ભક્તો શિવાલયોમાં (Shiv Temple) દોડી ગયા હતા. જ્યાં, નંદીને ચમચી વડે દૂધ અને જળ પીવડાવવાનો સિલસિલો જારી રાખતા શિવાલયોમાં ભક્તોની ભિડ બરકરાર રહી હતી. શહેરના હરણી ખાતેના ભીડભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિરમાં મધરાત સુધી ભક્તોનો ધસારો નંદીને દૂધ - જળ પીવડાવવા માટે જારી રહ્યો હતો.
રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં નંદી દૂધ અને જળ પીતો હોવાનો સંદેશ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને પગલે શ્રધ્ધાળુઓ નંદીને દૂધ જળ પીવડાવવા શહેરના શિવાલયોમાં દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, શિવરાત્રીના મહાપર્વને હજુ સપ્તાહ પૂર્ણ થતા પૂર્વેજ સોશિયલ મીડિયાના મેસેજે રાજ્યભરમાં ભક્તોને દોડતા કરી દીધા હતા.