Home /News /madhya-gujarat /

VADODARA: જગન્નાથપુરી જેવા ભવ્ય અને કલાત્મક રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથ 41મી વખત નગરચર્યાએ નિકળશે

VADODARA: જગન્નાથપુરી જેવા ભવ્ય અને કલાત્મક રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથ 41મી વખત નગરચર્યાએ નિકળશે

કલાકારો

કલાકારો દ્વારા રથનું રંગકામ - સમારકામ અંતિમ ચરણો પર....

શહેરના ઇસ્કોન દ્વારા આગામી તા. 1લી જુલાઇના રોજ ભગવાન શ્રીજગન્નાથજીની 41 મી રથયાત્રા રેલવે સ્ટેશન સામેથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવાશે. કોરોનાકાળ બાદ અષાઢી બીજે નિકળનારી 41 મી રથયાત્રામાં લાખો ભાવિકો જોડાશે. 

    વડોદરા: શહેરના ઇસ્કોન (Iskcon) દ્વારા આગામી તા. 1લી જુલાઇના રોજ ભગવાન શ્રીજગન્નાથજી (Jagannath)ની 41 મી રથયાત્રા (Rathyatra) રેલવે સ્ટેશન સામેથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવાશે. કોરોનાકાળ બાદ અષાઢી બીજે નિકળનારી 41 મી રથયાત્રા (Rathyatra 2022)માં લાખો ભાવિકો જોડાશે.

    રથયાત્રા (Vadodara Rathyatra)ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભગવાનના રથને રંગરોગાન, એર બેક સિસ્ટમ, જંપર - પાટા, ગીસિંગ, ફેબ્રિકેશન, શણગાર સહિતની કામગીરીનો દોર જારી છે. કલાનગરીના કલાકારો રથને ગોલ્ડન, સિલ્વર, યલો, ગ્રીન, સ્કાય બ્લ્યૂ સહિતના ભાતિગળ રંગોથી સજાવી દીધો છે. આ વર્ષે રથના લાકડા બદલવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ભગવાનના રથ માટે સંખેડાથી બાવળના લાકડા મગાવવામાં આવ્યા હતાં.



    હું છેલ્લા 8 વર્ષથી આ રથનું રંગરોગાન કરતી આવી છું,મારામાટે આ એક ખૂબ જ સૌભાગ્યની વાત : ઉન્નતિ કહારે,આર્ટીસ્ટ

    જેમાં શહેરની આર્ટીસ્ટ ઉન્નતિ કહારે જણાવ્યું કે, હું છેલ્લા 8 વર્ષથી આ રથનું રંગરોગાન કરતી આવી છું. મારામાટે આ એક ખૂબ જ સૌભાગ્યની વાત છે કે મને ભગવાન શ્રીજગન્નાથજીના રથને શણગારવાની તક મળી છે. હું 8 વર્ષ પહેલાં અહીં જ્યારે ભગવાનના દર્શન કરવા આવી હતી અને ત્યારે મંદિરના મહારાજ સાથે વાત કરતા જાણ થઈ કે આવું રથને રંગરોગાન કરવાનું છે. ત્યારથી હું અહીં દરવર્ષે સેવા આપી રહી છું, જેનો મને ઘણો આનંદ છે.



    રથયાત્રાના રૂટ પર ભક્તોને 30 ટન શિરાનો પ્રસાદ વિતરણ કરાશે.

    આર્ટીસ્ટ ઉન્નતિ કહારે વધુમાં જણાવ્યું કે, આ રથની ડિઝાઇન જગન્નાથપુરીના રથ જેવી જ રાખવામાં આવી છે. તથા આ સેવામાં શહેરના ઘણા આર્ટીસ્ટ પણ જોડાયા છે. જેને લઈને આ કામ ઝડપથી પૂર્ણ થયું. રથયાત્રાના રૂટ પર ભક્તોને 30 ટન શિરાનો પ્રસાદ વિતરણ કરાશે. જે સાંજે 5:00 કલાકે ઇસ્કોન મંદિરે ભંડારો રહેશે. શહેરના ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિર દ્વારા આ વર્ષે તા. 1લી જુલાઇના રોજ બપોરે 2:30 કલાકે રેલવે સ્ટેશનથી ભગવાન શ્રીજગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઇ બળદેવજીને શણગારેલા રથમાં બિરાજમાન કરાવી 41મી રથયાત્રા પ્રસ્થાન કરાવાશે, એવું ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીજીએ જણાવ્યું હતું.હરે ક્રિષ્ણા, હરે રામનાનાદ ગુંજશે અષાઢી બીજે રથયાત્રા દરમિયાન દેશ વિદેશના ભક્તો ભક્તિ સંગીતના તાલે નૃત્ય કરવા સાથે હરે ક્રિષ્ણા, ક્રિષ્ણા ક્રિષ્ણા હરે - હરે, હરે રામ હરે રામ, રામ - રામ હરે - હરેના નાદ સાથે ભગવાનની નગરચર્યામાં જોડાશે.

    રથયાત્રા પસાર થવાનો માર્ગ:

    સયાજીબાગ > કાલાઘોડા > સલાટવાળા નાકા > કોઠી કચેરી > રાવપુરા મુખ્ય માર્ગ > જ્યૂબેલીબાગ > પદ્યમાવતી શોપિંગ સેન્ટર > સુરસાગર > દાંડિયાબજાર > ખંડેરાવ માર્કેટ > લાલકોર્ટ / ન્યાયમંદિર > મદનઝાપા રોડ > કેવડાબાગ > પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ પાસે સાંજે 7:00 કલાકે પહોંચશે.
    First published:

    Tags: Gujarati news, Jagannath Rathyatra, Vadodara, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन